________________
છે. માર્દવ એટલે માનનો નાશ.].
ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, ૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિના હોવાં જોઈએ. વસ્તુતઃ આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે :
अट्ठमयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए,
रुवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે- (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને ઐશ્વર્યમદ.]
આ આઠ પ્રકારનાં મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે “મારી પાસે નાગદેવતા, ગુરુડદેવતા આવે છે અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે–એવો મદ પણ માણસને થઈ શકે છે. રત્નકરંડક શ્રાવકાચારમાં શ્રી સમંતભદ્રાચાર્યે કહ્યું છે :
ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः ।
अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु हतस्मया ॥ [જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાને જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એ આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માન' કહ્યું છે.] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે :
कुलरुवजादिबुद्धिसु तवसुदसीलेसु गारवं किं चि।
जो ण वि कुव्वदि समणो मद्दवधम्म हवे तस्स ॥ [જે શ્રમણ (અથવા મનુષ્ય) કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, ાસ્ત્ર અને શીલના વિષયમાં જરા પણ લોલુપતા અથવા અહંકાર રાખતો નથી તેને માર્દવ ધર્મ થાય છે.]
જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુત કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને
ર૬૮ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org