________________
ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો પણ માણસને અહંકારી બનાવી દે છે.
એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન હું બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને હું-હું, હું-હું-હું કરે છે ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે.
કુળ, ધન, રૂપ, જ્ઞાન ઈત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે પણ માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માંગે છે એવાં વાક્યો ઉચ્ચારે કે નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સુંઘતાં નથી એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બેપરવાઈનો ભાવ પણ હોય છે. વસ્તુતઃ ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય તો એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઈએ.
માણસને ઉચ્ચ, કુળ, ધન, રૂપ, જ્ઞાન, ઐશ્વર્યાદિ મળે છે. પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતિકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવાં એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાનાં ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતાં રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહારથી કેટલુંક કદાચ ઈષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ માનકષાય બાધક નીવડે છે.
જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તોપણ અધ્યાત્મમાર્ગેથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોઈ તો તે આ મુખ્ય ચાર કષાયો છે. કેટલાયે જીવો તત્ત્વની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, શાસ્ત્રજ્ઞાન ઈત્યાદિ વડે મોક્ષમાર્ગમાં ઘણા આગળ વધે છે, પરંતુ આગળ જતાં કષાયોરૂપી ચાર મોટા અસુરોથી પરાજિત થઈ જાય છે.
ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો ઉત્તરોત્તર વધુ આત્મઘાતક છે. ક્રોધ કરતાં માન-કષાય ભારે છે, પણ તે વધુ સૂક્ષ્મ હોવાથી પોતાને અને બીજાને
માપ વિથ નિને ! એ ૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org