________________
તેની ખબર જલદી પડતી નથી. પોતાના ચહેરા ઉપર માન કરતાં ક્રોધને સંતાડવાનું અઘરું છે. આથી જ માણસ મનમાં અભિમાન કરે અને બહારથી વિનયી હોવાનો દેખાવ કરી શકે છે. સાધકે માનકષાયથી વધુ સાવધ રહેવાની જરૂર છે, કા૨ણ કે વ્યવહારમાં અભિમાન કરતાં ક્રોધની વધુ ટીકા થાય છે. વળી સમાજમાં સ્વમાન, સ્વાભિમાન વગેરેની પ્રશંસા થાય છે તથા લોકવ્યવહા૨માં માન, સન્માન, અભિવાદન, ખિતાબ, ચંદ્રક વગેરેની પ્રવૃત્તિ ઇષ્ટ મનાય છે. ‘માન’ની સાથે ‘પત્ર’ શબ્દ જોડાય છે. માનપત્ર’, ‘સન્માનપત્ર' જેવા શબ્દો પ્રયોજાય છે. ક્રોધ વગેરેની સાથે પત્ર’ શબ્દ જોડાતો નથી. માનની આગળ ‘સત્’ શબ્દ પ્રયોજાય છે. ‘સન્માન’ શબ્દ વ્યવહારમાં પ્રશસ્ત ગણાય છે, પણ ક્રોધની આગળ ‘સત્’ શબ્દ પ્રયોજાતો નથી. જ્યાં લોકવ્યવહારમાં માન’ની બોલબાલા હોય ત્યાં સાધક એનાથી પ્રભાવિત થાય એવો સંભવ રહે છે. વસ્તુતઃ માનસન્માનની પ્રત્યેક પ્રવૃત્તિથી સાધકે વિમુખ રહેવું જોઈએ.
માન પ્રશંસાની સાથે જોડાયેલું છે. પ્રશંસા થતાં માણસમાં રહેલી માનની સૂક્ષ્મ એષણા સળવળે છે. કદાચ તે પોતાના ભાવો પ્રગટ ન કરે તોપણ પોતે મનમાં સમજે છે અને માન મળતાં મનમાં રાજી થાય છે. પોતાનો રાજીપો ક્યારેક તે શબ્દોમાં કે હાવભાવથી વ્યક્ત કરે છે. પ્રશંસા કરનારની અવહેલના કે અવજ્ઞા ન કરાય એવા સામાજિક વ્યવહારને કારણે પોતાની પ્રશંસા થાય ત્યારે માણસ વિવેક ખાતર તે વિશે આભાર પ્રદર્શિત કરે છે. સદ્ગુણોની અનુમોદના કરવી એ આપણું કર્તવ્ય છે. જે માણસ બીજાના ગુણોનો સ્વીકાર કરતો નથી અને એની અનુમોદના કરતો નથી તેનામાં ઈર્ષ્યા, અસૂયા, મત્સર ઇત્યાદિ રહેલાં હોવાં જોઈએ. બીજાના ગુણો, અરે વિપરીત વ્યક્તિના ગુણો જોઈને પણ સાચો પ્રમોદભાવ પ્રગટ થવો જોઈએ એ આપણું સામાજિક કર્તવ્ય છે અને સાધનાનું પગથિયું છે. આપણી પ્રશંસામાં અતિશયોક્તિ ન હોવી જોઈએ. ખુશામતખોરીમાં તે ન પરિણમવી જોઈએ. આપણા સ્વાર્થમાંથી તે ન પ્રગટ થવી જોઈએ. બીજી બાજુ આપણી પોતાની જ્યારે આવી રીતે પ્રશંસા થતી હોય ત્યારે ફુલાઈ ન જવું જોઈએ, જો ફુલાયા તો તે પ્રશંસા આપણા માનકષાયની નિમિત્ત બની જાય છે. કેટલીક વાર આપણા સ્વજનો અને મિત્રો જ આવી પ્રશંસા દ્વારા આપણા માનકષાયના નિમિત્ત બને છે. એમ બને ત્યારે વ્યાવહારિક દૃષ્ટિએ જે મિત્ર છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ શત્રુ બને છે, અહિતકર બને છે. પણ બીજાને દોષ દેવાથી શું ? અહિત કરવાના આશયથી તેઓ અહિત કરતા નથી. માટે જે જાગૃત રહેવાનું છે તે તો પોતે જ. અંદરથી સમત્વ હોય તો આવા પ્રશંસાના પ્રસંગે પણ માણસ નિર્લેપ રહી શકે છે.
૨૦ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org