________________
પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાના ક્ષેત્રમાં “ટોપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિઓની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુઠ્ઠો ન થઈ જાય? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની જરૂર શી? બીજા કશાથી માનને ન જીતી શકાય ?
સામાન્ય માનવીને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જેમની દૃષ્ટિ ફક્ત સામાજિક અને સાંસારિક સ્તરે જ રહેલી છે અને જેઓ મુખ્યત્વે વર્તમાનને આધારે જ જીવન જીવે છે અને વર્તમાનથી પ્રભાવિત થાય છે તેઓને ભગવાનનું વચન જલદી નહિ સમજાય.
જેઓ ભૂત અને ભવિષ્યનો થોડો વધુ વિચાર કરે છે, જેઓ હું કોણ છું ? જીવન પૂરું થતાં મારું શું થશે ? જે જીવો મારી નજર સમક્ષ ચાલ્યા ગયા તે જીવો હાલ ક્યાં હશે ? તેઓને મળેલાં માનપત્રોનું હવે શું કરીશું? એ કેટલો વખત ટકશે ? આ સંસારમાં જન્મમરણરૂપી ભરતીઓટ કેમ ચાલ્યા કરે છે? દેહથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ છે ? હોય તો એનું સ્વરૂપ કેવું ? એનું લક્ષ્યસ્થાન કયું ? એ કેવી રીતે પમાય ?’–ઈત્યાદિ વિશે વિચાર કરે છે અને તત્ત્વગવેષણા કરવા લાગે છે તેને સમજાય છે કે કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને જન્મમરણના ચક્રમાં પકડી રાખે છે અને કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને મુક્ત બનાવે છે. એવાં તત્ત્વોમાં રાગ અને દ્વેષ મુખ્ય છે. એનો વિગતે વિચાર કરીએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય મુખ્ય છે. જે જીવ અધ્યાત્મમાર્ગે ઉપર ચડતો ચડતો છેવટે કષાયોમાંથી મુક્તિ મેળવે છે તેજ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે कषायमुक्तिः किल मुक्तिरेव ।
હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી માનને કેવી રીતે જિતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે.
મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : મૃર્માવ8 માર્દવમ્ ! મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં મૃદુતા દબાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે.
जात्यादिमदावेशदभिमानाभावो मार्दवं मानतिर्हरणम् । [જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ
મા મવયા લિ. ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org