________________
माणं मद्दवया जिणे । માનને મૃદુતાથી જીતવું
ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે :
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ અર્થાતુ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું. માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો.
ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે.
ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે !
આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તોપણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય !
ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત “માન’ વિશે વિચારણા કરીશું.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે.
ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રુચિ ન ધરાવનાર પુદ્ગલનાંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂર શી? માન તો જીવનમાં જોઈએ. સ્વમાન વગર જિવાય કેમ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માન, પ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ
ર૬૬ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org