________________
ગુણસ્થાન સંપૂર્ણ કર્મક્ષય કરીને આત્મા મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ એ પદ પ્રાપ્ત કરવું એ સહેલી વાત નથી. કેટલાક મહાન જીવાત્માઓ મોક્ષપદ પામવા માટે ઊંચે ચડતા હોય છે, પરંતુ પ્રમાદ તથા પૂર્વનાં કર્મોના ઉદયને કારણે ફરી નીચે પડતા હોય છે. સામાન્ય જીવાત્માઓ તો અમુક ભૂમિકા સુધી જ આગળ વધી શકતા હોય છે અને ફરી પાછા ત્યાંથી નીચે પડતા હોય છે. નીચામાં નીચી સપાટીથી મોક્ષપદ સુધીના માર્ગમાં, આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ આત્મા ક્યાં સુધી પહોંચે છે એ દર્શાવવા માટે જુદી જુદી ભૂમિકાઓનો ક્રમ શાસ્ત્રકારોએ બતાવ્યો છે જે ગુણસ્થાન અથવા ગુણશ્રેણી તરીકે ઓળખાય છે. જીવાત્માને ધર્મમાં રસ, રુચિ, શ્રદ્ધા છે કે નહીં અને છે તો કેવાં છે, એણે સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કર્યું છે કે નહીં, એણે મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમ કર્યો છે કે નહીં, એ બાકીનાં ઘાતી કર્મોનો ક્ષય ક્યારે કરે છે અને છેવટે અઘાતી કર્મોનો પણ ક્ષય ક્યારે કરે છે ઈત્યાદિ ઉપર એની ભૂમિકાનો આધાર રહે છે. ગુણસ્થાન ચૌદ છે અને તે આ પ્રમાણે છે :
(૧) મિથ્યાત્વ – જીવની આ નીચામાં નીચી ભૂમિકા છે. આ ગુણસ્થાનને વર્તતા જીવને આત્મા, ધર્મ કે પ્રભુની વાણીમાં રસ, રુચિ કે શ્રદ્ધા હોતાં નથી. જે જીવોના મિથ્યાત્વને આદિ કે અંત નથી અને જે જીવો ક્યારેક મોક્ષ પામવાના નથી તે જીવો “અભવ્ય' તરીકે ઓળખાય છે. જે જીવો મિથ્યાત્વનો ત્યાગ કરી મોક્ષ પામવાના છે તે જીવો “ભવ્ય' તરીકે ઓળખાય છે. (૨) સાસ્વાદન – સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી ગુણશ્રેણીએ ઉપર ચડેલો જીવ ક્રોધાદિ તીવ્ર કષાયોનો ઉદય થતાં પાછો પહેલે ગુણસ્થાનકે આવી પડે છે ત્યારે આ બીજા ગુણસ્થાનકે ક્ષણવાર અટકે છે. તત્ત્વરુચિના કંઈક આસ્વાદવાળી આ ભૂમિકા છે. એટલા માટે એને સાસ્વાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુણસ્થાન ક્ષણમાત્રનું છે. સમ્યકત્વથી પડનાર જીવ માટે આ ગુણસ્થાન છે. ચડતી વખતે જીવ પહેલા ગુણસ્થાનથી સીધો ત્રીજા ગુણસ્થાને ચડે છે. (૩) મિશ્ર–મિથ્યાત્વમાંથી નીકળી ઊંચે ચડતો જીવ સમ્યગ્દર્શન પામતાં પહેલાં મનોમંથનવાળી, મિથ્યાત્વ અને સમ્યગ્દર્શનના મિશ્રરૂપ ભૂમિકા પામે છે તે આ ગુણસ્થાન ( અવિરતિસમ્યગૃષ્ટિ-સમ્યગુદર્શનની પ્રાપ્તિ થતાં આત્મા આ ગુણસ્થાન પામે છે. આ ગુણસ્થાનથી જ આત્મવિકાસની મુખ્ય ભૂમિકા શરૂ થાય છે. અહીં વર્તતો જીવ સાચી આધ્યાત્મિક શાંતિ અનુભવે છે અને આત્મકલ્યાણ માટે યથાશક્તિ પ્રવૃત્ત થાય છે. અલબત્ત, વિરતિ એટલે ત્યાગ-વૈરાગ્ય શું છે તે જાણતો હોવા છતાં પૂર્વના પ્રબળ સંસ્કારો અને કર્મના ઉદયને કારણે પૂર્ણપણે તે આચરણમાં મૂકી શકતો નથી માટે તે અવિરતિસમ્યગુદૃષ્ટિ કહેવાય છે. (૫) દેશવિરતિસમ્યગદષ્ટિ- આ ગુણસ્થાને રહેલો જીવ સમ્યગુદષ્ટિપૂર્વક વ્રત વગેરે
૧૪ ન જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org