________________
દૂર કરી ચિત્તમાં શુભ વિચારોને સ્થિર કરવા માટે, આત્મહિતના વિષયમાં ચિત્તને દઢ કરવા માટે શાસ્ત્રકારોએ બાર પ્રકારની ભાવનાઓનું નિત્ય મનન-ચિંતન કરવા માટે જણાવ્યું છે. એ બાર ભાવનાઓ નીચે મુજબ છે :
(૧) અનિત્યભાવના-શરીર, ધન, વૈભવ, કુટુંબપરિવાર વગેરે સર્વ અનિત્ય, વિનાશી છે. માત્ર આત્મા જ અવિનાશી છે. (૨) અશરણભાવના–વૃદ્ધાવસ્થા, રોગ કે મૃત્યુ આગળ જીવ લાચાર થઈ જાય છે. મરણ સમયે જીવને શરણ રાખનાર સંસારમાં કોઈ નથી. (૩) સંસારભાવના-અનાદિકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પરંતુ એ સંસાર પોતાનો નથી. (૪) એકત્વભાવના-જીવ સંસારમાં એકલો આવ્યો અને એકલો જવાનો છે. પોતે કરેલાં કર્મ પોતે એકલાએ જ ભોગવવાનાં છે. (૫) અન્યત્વભાવના-સ્વજનો, ધનવૈભવ ઈત્યાદિ પોતાનાથી અન્ય છે. કોઈ કોઈનું નથી. અંતે તો દેહ પણ પોતાનો રહેવાનો નથી. (૬) અશુચિભાવનાલોહી, માંસ અસ્થિ વગેરેથી બનેલું શરીર અશુચિનું સ્થાન છે. (૭) આવભાવનાઇન્દ્રિયોના વિષયોના ભોગોપભોગ દ્વારા તથા રાગદ્વેષ, અજ્ઞાન ઇત્યાદિ દ્વારા આત્મા કર્મમાં નિરંતર બંધાયા કરે છે. (૮) સંવરભાવના–જ્ઞાન, ધ્યાન, તપ વગેરેમાં પ્રવૃત્ત થઈ નવાં બંધાતાં કર્મો અટકાવી શકાય છે. (૯) નિરાભાવના–પૂર્વે બંધાયેલાં કર્મોનો જ્ઞાન, ધ્યાન, તપ વગેરે દ્વારા ક્ષય કરી શકાય છે. (૧૦) લોકસ્વરૂપભાવનાજગતના પદાર્થોનો ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એવો ક્રમ ચાલ્યા જ કરે છે. નિશ્ચયદૃષ્ટિએ જગત શાશ્વત છે અને વ્યવહાર-દષ્ટિએ ગત નાશવંત છે. (૧૧) બોધિદુર્લભભાવના-ગતના પદાર્થોને તેના સત્ય સ્વરૂપે ઓળખવાનું જ્ઞાન દુર્લભ છે. સંસારમાં આત્માને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. (૧૨) ધર્મભાવના અથવા ધર્મદુર્લભભાવના–આ અનિત્ય અને અસાર સંસારમાં ધર્મનું શરણ મળવું દુર્લભ છે અને ધર્મના સાચા ઉપદેશક ગુરુનો સમાગમ થવો દુર્લભ છે.
આ પ્રમાણે બાર ભાવનાઓનું દિવસરાત ચિંતન કરવાથી જીવનો ઐહિક પદાર્થો પ્રત્યેનો મોહ ક્રમે ક્રમે ઓછો થાય છે, સંયમ અને વૈરાગ્યમાં મન દઢ થાય છે, આત્મા શુદ્ધ સ્વરૂપમાં લાગે છે અને મોક્ષમાર્ગ તરફ વેગથી ગતિ કરવા લાગે
આ બાર ભાવનાઓના મનન-ચિંતન સાથે ચારિત્રના પાલન અને વિકાસ માટે દસ લક્ષણી અથવા દસ પ્રકારનો ધર્મ પાળવાનો હોય છે. સાધુઓએ એ સવિશેષ પાળવાનો હોય છે. માટે એને ક્ષમણધર્મ કે યતિધર્મ પણ કહેવામાં આવે છે, જે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) ત્યાગ, (૫) સંયમ, (૬) તપ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિચનતા, (૧૦) બ્રહ્મચર્ય.
જૈન ધર્મ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org