________________
દરેક જૈને દાન, શીલ, તપ અને ભાવ એ ચારની આરાધના કરવી જોઈએ. અને અન્ય જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને જીવનમાં ઉતારવી જોઈએ.
સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ સર્વવિરતિ ચારિત્રનું પાલન કરનાર સાધુઓએ પંચમહાવ્રતોના પાલન ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરીસહ, બાર ભાવના, દસ યતિધર્મ ઇત્યાદિનું પાલન કરવું આવશ્યક છે.
પાંચ સમિતિ આ પ્રમાણે છે: (૧) ઈયસમિતિ-ભૂમિ ઉપર જઈને સંયમપૂર્વક ચાલવાની ક્રિયા કરવી. (૨) ભાષાસમિતિ–પાપરહિત ભાષા બોલવી. (૩) એષણાસમિતિ-આહાર, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ દોષરહિત અને નિર્દોષ છે કે નહીં તે વિશે ગવેષણા કરી તે ગ્રહણ કરવાં. (૪) આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ-આસન વગેરે ગ્રહણ કરતી વખતે અથવા તેનો ત્યાગ કરતી વખતે સંયમપૂર્વક તે ક્રિયા કરવી. (૫) પારિષ્ઠાપનિકાસમિતિ-પોતાનાં મળ-મૂત્રાદિક મૂકતી વખતે તે ક્રિયા સંયમપૂર્વક કરવી. આ ક્રિયાઓ સંયમપૂર્વક એવી રીતે કરવી જોઈએ કે જેથી સ્થૂલસૂક્ષ્મ હિંસા ન થાય.
મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે ગોપન કરવું, વશ રાખવું, સંયમમાં રાખવું. સાધુઓએ પોતાનાં મન, વચન અને કાયાને પૂર્ણપણે સંયમમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કર્મની નિર્જરા થાય એટલા માટે સાધુઓએ જે કોઈ પ્રકારનાં દુખ, કષ્ટ આવી પડે તે સહજભાવે સહન કરી લેવાં તેને પરીષહ-પરીસહ કહેવામાં આવે છે. સુધા, તૃષા, ટાઢ, તડકો, શરીર પરસેવાથી કે મેલથી દુર્ગધ થાય, કોઈ રોગ થાય, સરખી પથારી ન હોય, કોઈ તિરસ્કારયુક્ત વચન બોલે, કોઈ અતિશય પ્રશંસા કરે, કોઈ શરીર પર પ્રહાર કરી જાય, મચ્છર, ડાંસ વગેરે કરડે ઈત્યાદિ બાવીસ પ્રકારના પરીસહ સહજભાવે સહન કરી લેવા જોઈએ. જેવે વખતે સાધારણ માણસોના મનમાં ક્રોધ, આક્રોશ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ ઈત્યાદિ પ્રકારના દુભવ જન્મે તેવે વખતે સાધુએ સમતાભાવ ધારણ કરવો જોઈએ, જેથી ચારિત્રપાલનમાં પોતે દઢ રહી શકે.
બાર ભાવના અને યતિધર્મ જેઓ મુક્તિપદના સુખની ઇચ્છા કરે છે તેમણે હૃદયમાં વૈરાગ્યના ભાવને ધારણ કરવાનો અને તેને દઢ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અશુભ વિચારોને
૧૨ જે જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org