________________
-
છૂટ મૂકવામાં આવી છે. ગૃહસ્થે પાળવાનાં એ પાંચ વ્રતો અણુવ્રત તરીકે ઓળખાય છે. એ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ બધાં મળી બાર વ્રતોનું પાલન કરવાનું હોય છે. ગુણવ્રતો આ પ્રમાણે છે : (૧) દિગ્પરિમાણવ્રત – વેપાર, વ્યવહાર ઇત્યાદિ માટે પ્રવાસ કરવાનો હોય તો જુદી જુદી દિશામાં કેટલી હદ સુધી જવું તેની મર્યાદા બાંધી લેવી. (૨) ભોગોપભોગ– પરિમાણવ્રત–ધન, ધાન્ય, ઘર, જમીન, ખેતર, પશુ, નોકર, ચીજવસ્તુઓ ઇત્યાદિ ભોગ અને ઉપભોગની વસ્તુના ઉપયોગનું પ્રમાણ નક્કી કરી લેવું (૩) અનર્થદંડવિરમણવ્રત-કોઈને શસ્ત્રો ભેટ આપવાં, પ્રાણીઓ લડાવવાં ઇત્યાદિ કાર્યો કે જેમાં સ્થૂલ-સૂક્ષ્મ હિંસા રહેલી હોય તેવાં અનાવશ્યક કાર્યો ન કરવાં. શિક્ષાવ્રતો આ પ્રમાણે છે : (૧) સામાયિકવ્રત-શુદ્ધ થઈને ૪૮ મિનિટના નિશ્ચિત સમય માટે એક આસન ૫૨ બેસીને, સર્વ પાપક્રિયાઓનો ત્યાગ કરી તથા ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખી પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં કે સ્વાધ્યાય કરતાં કરતાં સમતા ધારણ કરીને શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશવાનું આ વ્રત છે. સામાયિક કરનાર ગૃહસ્થ એટલો સમય સાધુ સમાન ગણાય છે. (૨) દેશાવગાસિકવ્રત-અન્ય વ્રતોમાં જે મર્યાદાઓ બાંધી હોય તેમાં પણ જ્યાં જ્યાં અસંયમ જણાતો હોય ત્યાં ત્યાં સંયમમાં રહેવા માટે એ છૂટ ક્રમે ક્રમે ઓછી કરતા જવું એ માટે આ વ્રત છે. (૩) પૌષધવ્રત– આ વ્રત પ્રમાણે પર્વના દિવસે ગૃહસ્થીના બધા વ્યવહારોનો ત્યાગ કરી; મન, વચન અને કાયાને ધાર્મિક ક્રિયાઓમાં પરોવી, આખા દિવસ માટે સાધુ જેવું જીવન અંગીકાર કરવાનું હોય છે. (૪) અતિથિ-સંવિભાગવ્રત–સાધુ, સાધ્વી અને અન્ય સંયમીઓને અન્ન, વસ્ત્ર, ઇત્યાદિનું શ્રદ્ધાપૂર્વક પરમ ભક્તિથી દાન આપવું તે આ
વ્રત.
સાધુઓ અને ગૃહસ્થોએ પોતાનાં વ્રતનું પાલન મન, વચન અને કાયાથી કરવાનું હોય છે. વળી કરવું, કરાવવું અને અનુમોદવું એ રીતે પણ આ વ્રત પાળવાનું હોય છે
સાધુ અને ગૃહસ્થોએ રોજ રોજ પોતાનાથી થયેલાં પાપોની આલોચના કરી ક્ષમા માગવાની હોય છે. આ પ્રકારની ક્રિયાને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. ક્ષમા માગવા માટે ‘મિચ્છા મિ દુક્કડમ' (મિથ્યા મે દુષ્કૃતમ) શબ્દ જૈનોમાં સુપ્રસિદ્ધ છે. તપ અને સંયમની આરાધના માટે જૈનોનું સૌથી મોટું પર્વ તે પર્યુષણ પર્વ છે. એ પર્વને અંતે જૈનો વર્ષ દરમિયાન થયેલા અપરાધો માટે ૫૨સ્પ૨ ક્ષમા આપે છે અને ક્ષમા માગે છે. એટલા માટે પર્યુષણ પર્વ ક્ષમાપનાના પર્વ તરીકે જાણીતું છે.
Jain Education International
જૈન ધર્મ ૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org