________________
ન હોય એવી રસ્તામાં પડેલી કોઈ પણ વસ્તુ લેવી એ પણ પાપ છે. જે વસ્તુ પોતાને વિધિપૂર્વક આપવામાં આવી ન હોય એ વસ્તુ સાધુને ન ખપે. જંગલમાં જમીન ૫૨ પડેલાં ફળફૂલ કે દાંત ખોતરવા માટેની સળી સુધ્ધાં કોઈ ચીજ સાધુએ ન લેવી જોઈએ. ભિક્ષામાં પણ પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુ લેવી એ પણ આ વ્રતના ભંગ બરાબર છે.
(૪) બ્રહ્મચર્ય : અબ્રહ્મચર્યમાં જીવહિંસા રહેલી છે એટલું જ નહીં આત્મોન્નતિમાં તે બાધક છે. ઇન્દ્રિયસુખ ક્ષણિક હોય છે અને પરિણામે ગ્લાનિ તથા પરિતાપ જન્માવનાર છે. ઇન્દ્રિયોના સુખભોગની લાલસામાંથી ઘણા અનર્થો જન્મે છે અને અશુભ કાર્યો બંધાય છે. બ્રહ્મચર્ય શારીરિક આરોગ્યમાં તેમ જ આધ્યાત્મિક સાધનામાં ઉપકારક છે. આ વ્રત પાળવું ઘણું જ કઠિન છે. મન, વચન અને કાયાથી એનું શુદ્ધ અને સંપૂર્ણ પાલન થઈ શકે એ માટે શાસ્ત્રોમાં સાધુઓના અને ગૃહસ્થોના આચાર વિગતે બતાવવામાં આવ્યા છે. આ વ્રતના પાલન માટે આપેલા નવ નિયમો બ્રહ્મચર્યની નવ વાડ અથવા શીલની નવ વાડ તરીકે ઓળખાય
છે.
ભગવાન મહાવીરના સમય પૂર્વે આ મહાવ્રતનો સમાવેશ અહિંસા અને અપરિગ્રહમાં થઈ જતો હતો. પરંતુ લોકોના શિથિલ થતા જતા જીવનને લક્ષમાં લઈ ભગવાન મહાવીરે બ્રહ્મચર્યને જુદા વ્રત તરીકે ગણાવી એના ઉપર ખૂબ ભાર મૂક્યો.
(૫) અપરિગ્રહ : ધન, ધાન્ય, જમીન, ઘરબાર ઇત્યાદિ ભોગોપભોગની ચીજવસ્તુઓ રાખવાની અને એના ઉ૫૨ માલિકીનો ભાવ ધરાવવાની લાલસા મનુષ્યને સહજ છે. પરંતુ એ બધા પરિગ્રહમાં એક પ્રકારની મૂર્છા છે અને પરિગ્રહ અનર્થોનું મૂળ છે. માટે સાધુઓએ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. અર્થાત્ ચીજવસ્તુઓ માટે ઇચ્છા, આકાંક્ષા, તૃષ્ણા અને મમત્વનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે આસક્તિમાં જ પરિગ્રહનું પાપ રહેલું છે. ચીજવસ્તુઓનો અનાવશ્યક સંગ્રહ કે પરિગ્રહ સામાજિક અપરાધ છે અને અશાંતિનું મૂળ છે. માટે ગૃહસ્થે પણ પોતાની ચીજવસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં રાખવી જોઈએ.
ગૃહસ્થનાં વ્રતો
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું સાધુઓ જેટલું કઠિન પાલન કરી શકે તેટલું કઠિન પાલન ગૃહસ્થો કરી શકે નહીં. એટલા માટે ગૃહસ્થધર્મને લક્ષમાં રાખી એ મહાવ્રતોના પાલનમાં ગૃહસ્થો માટે થોડીક
૧૦ * જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org