________________
(૧) અહિંસા : જૈન ધર્મ પ્રમાણે આત્મતત્ત્વની દૃષ્ટિએ બધા જીવો સમાન છે. દરેક જીવને જીવવું ગમે છે; મરવું ગમતું નથી. માટે કોઈ પણ જીવનો વધ કરવો એ મોટું પાપ છે. આત્મામાં જ્યારે પ્રમાદ આદિ વિરોધી ગુણો અને ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયો પ્રબળ બને છે ત્યારે માણસના મનમાં દુર્ભાવનાઓ જાગે છે અને માણસ હિંસા કરવા પ્રેરાય છે. હિંસા મુખ્યત્વે બે પ્રકારની છે : દ્રવ્યહિંસા અને ભાવહિંસા. બીજા માટે કશુંક અશુભ ચિંતવવું ત્યાંથી માંડીને બીજાના જીવનનો અંત આણવો ત્યાં સુધી હિંસાની અનેકવિધ ભૂમિકાઓ હોય છે. જે હિંસાનું સ્થૂલરૂપે આચરણ થાય છે તે દ્રવ્યહિંસા. બીજાની હત્યા કરવાનો કે બીજાને દુઃખ આપવાનો મનમાં ભાવ જાગે તે ભાવહિંસા. ક્યારેક આ બે પ્રકારની હિંસામાંથી કોઈક એક તો ક્યારેક બંને સાથે પ્રવર્તે છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોથી સમસ્ત સંસાર ભરેલો છે. કેટલાક જીવો એટલા સૂક્ષ્મ છે કે હાથપગ હલાવતાં કે આંખનું મટકું મારતાં મૃત્યુ પામે છે. એટલે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દ્રવ્યહિંસામાંથી સંપૂર્ણપણે મુક્ત થવું અશક્ય છે. એટલા માટે જે હિંસા પ્રમાદથી થાય છે તેનું પાપ વધારે લાગે છે. માટે જૈન ધર્મમાં માંસાહારનો નિષેધ કરવામાં આવ્યો છે. વળી દિવસ કરતાં રાત્રે સ્થૂલ તથા વિશેષતઃ સૂક્ષ્મ જીવોની હિંસાની વધારે શક્યતા રહેલી હોવાથી જૈન ધર્મમાં રાત્રિભોજનનો પણ નિષેધ કરવામાં આવેલો છે.
પાંચ મહાવ્રતોમાં અહિંસા સૌથી મોટું વ્રત છે. એટલા માટે અહિંસાને પરમ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
(૨) સત્ય : સત્યના આધારે જ જગત ટકી રહ્યું છે. વ્યવહાર અને ધર્મના પાયામાં સત્વ રહેલું છે માટે સત્યવચન બોલવું જોઈએ. અસત્યવચન એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે, માટે તે પાપ છે. સત્ય પણ પ્રિય થાય એ રીતે બોલવું જોઈએ, કારણ કે અપ્રિય સત્યવચનમાં પણ સૂક્ષ્મ હિંસા રહેલી છે. સત્યવચનથી અન્ય જીવની હિંસા થવાનો સંભવ હોય તેને પ્રસંગે સત્ય ન ઉચ્ચારતાં મૌન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. કામ, ક્રોધ, ભય, હાસ્ય વગેરેમાંથી કેટલીક વાર અસત્ય જન્મે છે, માટે એ બધી વૃત્તિઓ પર સંયમ રાખવો જોઈએ કે જેથી અજાણતાં પણ અસત્યનું ઉચ્ચારણ ન થઈ જાય. બુદ્ધિ અને સંયમપૂર્વક એવું વચન બોલવું જોઈએ કે જે પોતાને માટે કે અન્યને માટે પીડાજનક કે અહિતકર ન હોય.
(૩) અસ્તેય · અસ્તેય અથવા અચૌર્ય એટલે કે જે વસ્તુ પોતાની ન હોય કે બીજાએ પોતાને આપી ન હોય તેવી વસ્તુ તેના માલિકની રજા વગર ગ્રહણ ન કરવી જોઈએ. બીજાની ચીજવસ્તુ ચોરી લેવી એ તો પાપ છે, પરંતુ બીજા કોઈની
જૈન ધર્મ ક ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org