________________
નિયમોનું અંશતઃ પાલન કરી શકે છે. માટે તે દેશવિરતિસમ્યગુ દષ્ટિ કહેવાય છે. (૬) પ્રમત્તસંવત-ત્યાગવૈરાગ્યમાં દઢ બનેલો સમ્યગૃષ્ટિ જીવ મહાવ્રતોરૂપી સર્વવિરતિ ધારણ કરે છે, પરંતુ ક્યારેક કર્તવ્યમાં તેનાથી પ્રમાદ થઈ જાય છે માટે એને પ્રમત્તસંવત કહેવામાં આવે છે. (૭) અપ્રમત્તસંવત–પ્રમાદમુક્ત સમ્યગુદૃષ્ટિ જીવનું આ ગુણસ્થાન છે. પરંતુ પ્રમાદમુક્ત અવસ્થામાં સતત સ્થિર રહેવું અત્યંત કઠિન હોવાથી ઘણા જીવો પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થા વચ્ચે-છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે-ઝોલા ખાતા રહે છે. (૮) અપૂર્વકરણ–કરણ એટલે ક્રિયા અથવા અધ્યવસાય. આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરવાનો અપૂર્વ અધ્યવસાય પ્રાપ્ત થાય છે. *ઉપશમ' અને “ક્ષય' પારિભાષિક શબ્દો છે. ઉપર રાખ ઢાંકવાથી અગ્નિ શાંત થઈ જાય છે, પરંતુ હોલવાતો નથી. તેવી ક્રિયા તે ઉપશમ. અગ્નિ ઉપર પાણી નાખવાથી તે સદંતર હોલવાઈ જાય છે. તેવી ક્રિયા તે ક્ષય. આ ગુણસ્થાને ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એમ બે શ્રેણી પડે છે. ઉપશમશ્રેણી માંડતો જીવ ક્રમે ક્રમે અગિયારમા ગુણસ્થાન સુધી પહોંચે છે. ક્ષપકશ્રેણી માંડતો જીવ નવમા અને દસમા ગુણસ્થાને થઈ સીધો બારમા ગુણસ્થાને પહોંચે છે. અગિયારમા ગુણસ્થાનને તે સ્પર્શતો નથી. (૯) અનિવૃત્તિબાદર (અનિવૃત્તિકરણ –મોહનીય કર્મના બાકી રહેલા અંશોનો પણ અહીં ઉપશમ કે ક્ષય થાય છે અને આત્મા વધારે વિશુદ્ધ બને છે. (૧૦) સૂક્ષ્મસંપરાય– સંપરાય એટલે કષાય. મોહનીય કર્મ ઉપશાંત અથવા ક્ષીણ થવા જાય ત્યારે રાગનો – લોભકષાયનો સૂક્ષ્મ અંશ બાકી રહી જાય છે. તેવી સ્થિતિ આ ગુણસ્થાનમાં હોય છે. (૧૧) ઉપશાંતમોહ – મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓ અહીં શાંત થાય છે. જેમણે ઉપામશ્રેણી માંડી છે એવા આત્માઓ માટે જ આ ગુણસ્થાન છે. (૧૨) ક્ષીણમોહઆ ગુણસ્થાને વર્તતો જીવ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. અહીંથી જ જીવ અંતમુહૂર્ત જેટલા સમયમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. (૧૩) સયોગી કેવળીઆ ગુણસ્થાનકે વર્તતો જીવ ચારે ઘનઘાતી કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોંહનીય અને અંતરાય)નો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ આ સ્થાનમાં હજુ જીવને ચાર અઘાતી કર્મો ભોગવવાનો બાકી હોય છે. એટલે કે એને હજુ મન, વચન અને કાયાના યોગ બાકી હોય છે. એથી તે સયોગી કેવળી કહેવાય છે. (૧૪) અયોગી કેવળી–આ ગુણસ્થાને જીવ ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય કરી મુક્તિ અથવા મોક્ષપદને પામે છે. અહીં જીવ યોગ રહિત થાય છે અને કેવળજ્ઞાનસહિત હોય છે એટલે એ અયોગી કેવળી કહેવાય છે.
ગુણસ્થાનના ક્રમની સાથે ચિત્તમાં રહેલી ધ્યાનની પ્રક્રિયા પણ સંલગ્ન છે. ધ્યાન ચાર પ્રકારનું છે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. એમાંનાં પ્રથમ બે અશુભ ધ્યાન છે
જૈન ધર્મ - ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org