________________
અને માટે વર્યું છે. એ પ્રવર્તતાં હોય છે ત્યાં સુધી આત્મા છઠ્ઠા ગુણસ્થાનથી ઉપર જઈ શકતો નથી. ધર્મધ્યાન અને શુક્લધ્યાન શુભ ધ્યાન છે. તે આત્માને ઉચ્ચતર ગુણસ્થાને લઈ જાય છે અને છેવટે કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
અનેકાંતવાદ અનેકાંતવાદએ જૈન ધર્મનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. કોઈ પણ વસ્તુના અનેક અંત એટલે કે ગુણધર્મ હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને, ગુણને, અંતને પૂરી રીતે તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું જોઈએ. કોઈ પણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઇત્યાદિને વધુમાં વધુ દૃષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતોથી અને વધુમાં વધુ ઊંડાણથી તપાસવાં અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી એવાં તત્ત્વોનો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંતવાદ. સત્ય એક છે, પરંતુ તેનાં સ્વરૂપ અનંત હોઈ શકે છે. એ સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાંતવાદ.
અનેકાંતવાદ માટેનો પારિભાષિક શબ્દ છે સ્યાદ્વાદ. સ્વાતું એટલે કથંચિત્ એટલે કે કેટલુંક જાણવા મળ્યું છે, પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાંતવાદ સિદ્ધાંત છે અને સિદ્ધાંતને અમલમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સદ્ધાદ છે. એને સમજવા માટે અંધહસ્તીન્યાયનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. સાત આંધળા માણસોએ પોતાની હથેલી વડે સ્પર્શ કરી હાથીનો આકાર જાણવાનો પ્રયત્ન કર્યો એથી કોઈકને હાથી સૂપડા જેવો લાગ્યો, કોઈકને થાંભલા જેવો, કોઈકને દોરડા જેવો લાગ્યો ઇત્યાદિ. પરંતુ મહાવતે તેઓને હાથ વડે સ્પર્શ કરાવીને હાથીના આખા આકારનો ખ્યાલ આપ્યો. હાથીના ખંડદર્શનને બદલે એનું અખંડદર્શન કરાવનાર મહાવત તે સ્યાદ્વાદના અથવા અનેકાંતવાદના સ્થાને છે.
અનેકાંતવાદ એટલે વિચારમાં પણ અહિંસા, કારણ કે અનેકાંતવાદ એટલે વિરોધ પક્ષનાં મંતવ્યોની આદરપૂર્વક વિચારણા કરવી અને પોતાના પક્ષનાં મંતવ્યોની પણ પ્રામાણિકપણે માધ્યસ્થભાવે, સત્યની જિજ્ઞાસાથી આલોચના કરવી અને મિથ્યાભિમાનનો ત્યાગ કરી, પોતાની ભૂલ હોય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તત્ત્વોનો સમન્વય કરવો. એટલા માટે ભગવાન મહાવીરે અનેકાંતવાદને ચારિત્રવિકાસના સોધન તરીકે પણ અપનાવ્યો છે.
અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે, વિસંવાદ દૂર થાય છે, ક્લેિશ ઓછો થાય છે, સમભાવ જન્મે છે, મિત્રતા વિકસે છે અને સંવાદ તથા શાંતિ સ્થપાય છે. આથી જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળો આપી શકે એમ છે.
૧૬ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org