________________
મળીને અડસઠ અક્ષર થાય છે, એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાત અક્ષર ગુરુ છે. નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. મહાનિશીથ સૂત્ર”, નમસ્કા૨પંજિકા, પ્રવચનસારોદ્વા૨’ વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ નવકારમંત્રના બાહ્ય સ્વરૂપમાં નવ પદ અને અડસઠ અક્ષર ઉપરાંત આઠ સંપદાનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ સંપદા એટલે શું ?
સંપવા (સંપવ) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં સંપયા શબ્દ વપરાય છે. સંપદા શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કોશમાં આપવામાં આવ્યા છે, જેમ કે ઃ (૧) સંપદા એટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ. (૨) સંપદા એટલે ઋદ્ધિ, વૃદ્ધિ. (૩) સંપદા એટલે સિદ્ધિ (૪) સંપદા એટલે ઇચ્છાઓ સારી રીતે પાર પડે તે. (૫) સંપદા એટલે લાભ. (૬) સંપદા એટલે પૂર્ણતા. (૭) સંપદા એટલે સુશોભન. (૮) સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન; સહયુક્ત પદાર્થ (પદ + અર્થ) યોજના. (૯) સંપદા એટલે શુભ અને ઉજ્જ્વલ ભવિષ્ય (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ (૧૧) સંપદા એટલે સમ્યક્ રીતિ (૧૨) સંપદા એટલે મોતીનો હાર.
આમ ‘સંપદા’ શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ નવકારમંત્રનો મહિમા દર્શાવવા માટે સંપદા’ શબ્દ અર્થના વિશ્રામસ્થાનને માટે પ્રયોજાયેલો છે એમ શાસ્ત્રકારો જણાવે છે. અલબત્ત સંપદા’ શબ્દ નવકારમંત્રની આરાધનાથી પ્રાપ્ત થતી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ સાથે સાથે કહેવાયું છે. સંપવાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે :
साड्गत्येन पद्यते परिच्छिद्यतेऽर्थो याभिरिति संपद : 1
અર્થાત્ જેનાથી સુસંગત રીતે અર્થ જુદો પાડી શકાય તે ‘સંપદા.' એટલે સંપદાનો અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દોનો સમૂહ. સંપદા એટલે એક અર્થ પૂરો થતાં આવતું વિશ્રામસ્થાન.
સંપદા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી ઘટાવાતો. લાંબું વાક્ય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ લેવા (Pause) માટે વચ્ચે થોભવું પડે છે. એમાં પોતપોતાની ઉચ્ચારણશક્તિ અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. સામાન્ય માણસો માટે વાક્યમાં અલ્પવિરામ કે અર્ધવિરામનાં ચિહ્નો આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપવા માટે અનુકૂળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી એમ શાસ્ત્રકારો કહે છે. નાનામોટા કોઈ પણ વાક્યમાં અર્થનું એક એકમ (Unit) પૂરું થતું હોય ત્યારે જે વિશ્રામસ્થાન આવે એનું નામ સંપદા એવો વિશિષ્ટ અર્થ એ શબ્દનો ઘટાવવામાં આવે છે.
કવિતામાં, મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુક્ત રચનાઓમાં અર્થ અને લયની
૪૦ * જૈન ધર્મ દર્શન
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org