________________
દૃષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌરવવાળું હોવાથી તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા માટે એના રચયિતાઓ રચના કરતી વખતે આ દૃષ્ટિને પણ ખાસ લક્ષમાં રાખે છે. પરંતુ સામાન્ય મંત્રો કરતાં અનાદિસિદ્ધ નવકારમંત્રની તો વાત જ અનોખી છે.
નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં સ્વર-વ્યંજનની યોજના સહિત યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. શબ્દ અને અર્થની દૃષ્ટિએ યોગ્ય સ્થળે જ જો તે આવે તો જ તેનું મહત્ત્વ રહે છે. એમ ન થાય તો તેના પઠનમાં અનિયમિતતા, કર્કશતા, સંકીર્ણતા, લયરહિતતા અને અર્થની સંદિગ્ધતા ઊભી થવાનો સંભવ રહે છે. સંસ્કૃતપ્રાકૃત ભાષામાં સ્વરભારનું પણ ઘણું મહત્ત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે. એકના એક શબ્દમાં કે વાક્યમાં જ્યાં સ્વરભાર આવવો જોઈએ તેને બદલે બીજે સ્થળે જો સ્વરભાર આવે તો અર્થનો અનર્થ થઈ ગયાંનાં ઉદાહરણો પ્રાચીન સાહિત્યમાં ટાંકવામાં આવે છે. એટલા માટે જ વેદની ઋચાઓના પઠનમાં આરોહઅવરોહનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. અન્ય કેટલાક મંત્રોમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. જો ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય તો મંત્ર પાછો પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને તે હાનિ પહોંચાડે છે એમ મંત્રવિદો માને છે. એટલે એમાં સંપદાનું વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું છે.
નવકારમંત્રમાં પદની જે ગણના કરવામાં આવે છે તે વ્યાકરણ અનુસાર નથી. વ્યાકરણ અનુસાર વિમાન્ત પમ્ એટલે કે જેને છેડે વિભક્તિ છે તે પદ કહેવાય. એનો સાદો અર્થ કરવો હોય તો કહેવાય કે વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય. શબ્દકોશમાં આપેલો શબ્દ શબ્દ છે. તે શબ્દ જો વાક્યમાં વપરાયો હોય તો તે પદ બને છે. પિતા' શબ્દકોશમાં હોય તો તે શબ્દ છે અને પિતા આવ્યા” એમ વાક્યમાં વપરાયો હોય તો તે પદ ગણાય છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે તો નવકારમંત્રનો પ્રત્યેક શબ્દ પદ ગણી શકાય. એ રીતે નવકારમંત્રમાં વ્યાકરણની દૃષ્ટિએ વીસ પદ આવે છે. પરંતુ નવકારમંત્રમાં આવાં બે કે ત્રણ પદના સમૂહનું અર્થની દષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. “નમો અરિહંતાણં'માં વ્યાકરણની દૃષ્ટિએ બે પદ છે, પણ અર્થની દૃષ્ટિએ તે એક જ પદ . નવકારમંત્રમાં એવાં નવ પદ છે. પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દૃષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રના પહેલાં પાંચ પદમાં પાંચ સંપદા આવી
નવકારમંત્રમાં સંપદા
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org