SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે એ તો સ્પષ્ટ છે. હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારો કેવી રીતે બતાવે છે તે જોઈએ. છઠ્ઠું પદ છે એસો પંચ નમુક્કારો' અને સાતમું પદ છે ‘સવ પાવપ્પણાસણો’– આ બે પદના મળીને સોળ અક્ષર થાય છે. આ બે પદમાં બીજી બે સંપદાઓ રહેલી છે, એટલે કે છઠ્ઠા અને સાતમા પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પદ છે મંગલાણં ચ સવ્વેર્સિ' અને નવમું પદ છે પઢમમ્ હવઈ મંગલમ્'—આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફક્ત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. એ રીતે નવકારમંત્રમાં કુલ આઠ સંપાદાઓ બતાવવામાં આવે છે. ‘ચૈત્યવંદન ભાષ્ય', પ્રવચન સારોદ્વાર’ વગેરે ગ્રંથોમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે. પ્રવચન સારોદ્વાર’માં લખ્યું છેઃ पंचपरमेष्ठिमंते पए पए सत्त संपया कमसो । पच्जतसत्तरसक्खरपमाणा अठ्ठमी भणिया ॥ (पंचपरमेष्ठिमंत्रे पदे पदे सप्त संपदः क्रमशो । पर्यन्तस्तत दशाडक्षररप्रमाणा अष्टमी भणिता ॥ પંચપરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે તેમાં ક્રમશઃ પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરના છેલ્લા બે પદની આઠમી એક સંપદા છે.] ‘ચૈત્યવંદન ભાષ્ક’માં લખ્યું છે કે पन्नठसट्ठि नवपथ, नवकारे अट्ट संपया तत्थ । सगसंपय पयतुल्ला, सतरवर अट्ठमी दुपया ॥ ३० ॥ [નવકારમંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, પદ નવ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી.] ‘ચૈત્યવંદન ભાષ્ય’માં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ ચૈત્ય-વંદનનાં સૂત્રોમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે તેમ જણાવ્યું છે, તેમાં લખ્યું છે : अठ्ठठ्ठनवट्ठ य अठ्ठावीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया - सक्कथयाईसु सगनतुई ॥ २९ ॥ ચૈત્યવંદનનાં સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઈરિયાવહીની ૮, શક્રસ્તવ (નમૃત્યુર્ણ)ની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેઈઆણં) ૮, લોન્ગસ્ટની ૨૮, શ્રુતસ્તવ (પુકખરવરદી)ની ૧૬ અને સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં)ની ૨૦ – મળીને ૯૭ સંપદા થાય છે. આ પ્રમાણે બધી Jain Education International ૪૨ * જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy