________________
હોતા, પણ તેની શક્તિ અભુત હોય છે. એ અક્ષરો મંત્રરૂપ બની જાય છે. અર્થની અપેક્ષા વગર પણ એ અક્ષરોનું ઉચ્ચારણ સમર્થ અને શક્તિસ્વરૂપ હોય છે. એ અક્ષરોના ધ્વનિતરંગોમાં રહેલા અકળ સામર્થ્યને કારણે જ તે મંત્રરૂપ બની જાય છે. મંત્રવિદ્યા એ એક ગૂઢ વિદ્યા ગણાય છે. મંત્રમાં એટલા માટે અક્ષરોનું ઘણું મહત્ત્વ છે. એટલા માટે જ કહેવાય છે કે નિર્વાનમક્ષર નાતિ અથવા પસ્યનક્ષરે મંત્રમુ- એટલે કે નિર્બીજ મંત્રશક્તિરહિત) એવો કોઈ અક્ષર નથી અને અક્ષરરહિત કોઈ મંત્ર નથી. આમ, શબ્દના અર્થનું કે ભાવનું મહત્ત્વ સ્વીકારાયું છે. મંત્રાક્ષરોમાં તદુપરાંત જો ભાવની વિશુદ્ધિ પણ વણાઈ જાય તો પછી તેની શકિતની તો વાત જ શી કરવી !
નવકારમંત્ર એ મંત્ર છે. આપણે જોયું તેમ, મંત્રમાં અક્ષરનું ઘણું મહત્ત્વ હોય છે, સામાન્ય લખાણ કે વાતચીતમાં માત્ર અક્ષરોનો જ નહિ, શબ્દોનો પણ વિસ્તાર હોય છે. મંત્ર અક્ષરની દૃષ્ટિએ સઘન હોય છે. પ્રત્યેક અક્ષરનું વિશિષ્ટ પ્રયોજન અને મહત્ત્વ હોય છે. મંત્રમાં અક્ષરનો અનાવશ્યક ઉપયોગ ન હોય. મંત્રના અક્ષરોને વેડફી નાખી શકાય નહિ, કારણ કે એથી મંત્રની શક્તિ ઘટે છે અને કાર્યસિદ્ધિમાં વિલંબ થાય છે અથવા તે નિષ્ફળ નીવડે છે. એટલા માટે અક્ષરને મંત્રદેવતાના દેહ તરીકે માનવામાં આવે છે. મંત્રની રચના મંત્ર દ્રાઓ કરતા હોય છે. તેઓ પ્રત્યેક અક્ષરનાં સ્વરૂપ, ધ્વનિતરંગ, સૂક્ષ્મ રંગ, રહસ્ય, શક્તિ ઈત્યાદિને પોતાના અતીન્દ્રિય અનુભવ દ્વારા જાણતા હોય છે. અને તેથી તેઓ મંત્રમાં પરિણામની દષ્ટિએ એટલે કે ઈષ્ટફલની દષ્ટિએ અક્ષરોનું સંયોજન કરે છે.
નવકારમંત્ર અનાદિ સિદ્ધ મનાયો છે. તે મંત્રસ્વરૂપ હોવાને કારણે તેમાં પણ પ્રત્યેક અક્ષરનું મહત્ત્વ સ્વીકારાયું છે. નવકારમંત્રનો એક એક અક્ષર ઘણાબધા અર્થો અને ભાવોથી સભર છે. અક્ષર ઉપરાંત તેના પ્રત્યેક શબ્દમાં પણ ઘણા અર્થો અને ભાવો રહેલા છે. એટલે જ નવકારમંત્રના શબ્દોના અર્થનું વિવરણ કરતાં જઈએ અને તે વિવરણનું પણ વિવરણ એમ ઉત્તરોત્તર કરતાં જઈએ તો ચૌદ પૂર્વ જેટલું લખાણ થાય. એટલા માટે જ નવકારમંત્રને ચૌદ પૂર્વના સાર તરીકે ઓળખાવવામાં કોઈ અતિશયોક્તિ થયેલી નથી. વળી, નવકારમંત્રમાંથી પ્રણવ, માયા, અહં વગેરે પ્રભાવશાળી મંત્રબીજાક્ષરોની ઉત્પત્તિ થઈ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. એટલે નવકારમંત્ર એ મંત્રોનો પણ મંત્ર છે, મહામંત્ર છે એમ સ્વીકારાયું છે.
મંત્રમાં અક્ષરોના ઉચ્ચારણમાં પ્રમાદ કે શિથિલતા ન ખપે. “ચાલશે' એવી વૃત્તિ કે વલણ મંત્રસાધનામાં ન ચાલે. અક્ષર એ મંત્રદેવતાનો દેહ હોવાથી ઉચ્ચારણમાં જો ઓછુંવત્તું થાય કે અક્ષરો ચૂકી જવાય તો તેથી મંત્રદેવતાનું શરીર
૨૦ ઓ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org