________________
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ
મંત્રશિરોમણિ નવકારમંત્રના આત્યંતર સ્વરૂપનો મહિમા તો અપરંપાર છે. પરંતુ એના બાહ્ય સ્વરૂપનો, એનાં પદ અને અક્ષરનો મહિમા પણ ઓછો નથી.
મનુષ્ય પોતાના મુખનાં કંઠ, જીભ, હોઠ, તાળવું, પડજીભ, દાંત વગેરે અવયવોની સહાય દ્વારા જુદા જુદા ધ્વનિઓનું ઉચ્ચારણ કરે છે. એવા કેટલાક ધ્વનિઓ માટે સાંકેતિક કે પ્રતીકાત્મક સંજ્ઞા તરીકે વર્ણ અથવા અક્ષર લખાય છે. પ્રત્યેક વર્ગમાં પોતાનામાં જ કંઈક અર્થબોધ કરવાની વિશિષ્ટ શક્તિ રહેલી છે. એને લીધે એવા વર્ણો પોતે પણ શબ્દ સમાન ગણાય છે. એવા કેટલાયે એકાક્ષરી શબ્દો છે કે જેના એક કરતાં વધુ અર્થ થાય છે. જુદા જુદા અક્ષરો મળીને શબ્દ થાય છે. સ્વર-વ્યંજનયુક્ત આવા કેટલાય શબ્દોના પણ એક કરતાં વધુ અર્થ થાય છે. કેટલાક શબ્દોમાં એક વાક્ય જેટલી શક્તિ રહેલી હોય છે. શબ્દસમૂહ દ્વારા એક વાક્યની રચના થાય છે. વાક્ય દ્વારા સવિશેષ, સવિસ્તર, સુનિશ્ચિત અર્થ વ્યક્ત કરી શકાય છે, પણ તે માટે શબ્દ ઉપર પ્રભુત્વ જોઈએ. અન્યથા વધુ પડતા શબ્દો દ્વારા અર્થની વધુ ગૂંચવણ કે સંદિગ્ધતા પણ જન્મી શકે છે.
શબ્દને શું વળગી રહો છો ? શબ્દના ઉચ્ચારણ કરતાં એના અર્થનું અને તેથી પણ વધુ તો તેના ભાવનું મહત્ત્વ છે. આવું કહેતાં કેટલાકને આપણે સાંભળીએ છીએ. એક અપેક્ષાએ આ બહુ જ સાચું છે, પણ બીજી અપેક્ષાએ શબ્દનું પણ એટલું જ મૂલ્ય છે. વળી શબ્દ કરતાં પણ તેના ઉચ્ચારનારનું એથી પણ વધુ મહત્ત્વ છે. એકનો એક શબ્દ એક સામાન્ય કે અધમ માણસે ઉચ્ચાર્યો હોય અને તે જ શબ્દ કોઈ રાષ્ટ્રની સર્વસત્તાધીશ વ્યક્તિએ જાહેરમાં ઉચ્ચાર્યો હોય અથવા કોઈ તપસ્વી, જ્ઞાની સંત-મહાત્માએ ઉચ્ચાર્યો હોય તો તે દરેકના પ્રભાવમાં ઘણો ફરક પડે છે. જો મહાત્માઓની સામાન્ય વાતચીતના શબ્દોનો આટલો બધો પ્રભાવ પડતો હોય છે તો મહાત્માઓમાં પણ જે મહાત્મા ગણાતા હોય તેવા સાધક મનીષી મહાપુરુષોએ વિશિષ્ટ, ઉચ્ચ, કલ્યાણકારી પ્રયોજનપૂર્વક અક્ષરોનું ઉચ્ચારણ કર્યું હોય તો તે અક્ષરોનું મૂલ્ય કેટલું બધું વધી જાય ! એવા અક્ષરો સંખ્યામાં ઝાઝા નથી
નવકારમંત્રનું પાક્ષર સ્વરૂપ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org