________________
વિક્ત થાય છે એવી માન્યતા છે. એ માટે બે વિદ્યાસાધકોનું દષ્ટાંત અપાય છે. ગુરુએ તેમને ગુપ્ત વિદ્યા આપી અને તેની આસ્નાય-સાધનાની રીત–પણ શીખવી. તે અનુસાર તેઓ બંનેએ વિદ્યાદેવીની સાધના કરી. પરંતુ એથી જે વિદ્યાદેવીઓ તેમનો પ્રત્યક્ષ થઈ તેમાંની એક લાંબા દાંતવાળી દેખાઈ અને બીજી એક આંખે કાણી દેખાઈ. આથી તેમને આશ્ચર્ય થયું. તરત તેમને પોતાની ભૂલ સમજાઈ કે અક્ષરોના ઉચ્ચારણમાં કંઈક ફરક પડ્યો હોવો જોઈએ. તેઓએ ફરીથી મંત્રનો પાઠ અક્ષરની દષ્ટિએ બરાબર શુદ્ધ કર્યો. એથી વિદ્યાદેવીઓ ફરીથી પોતાના મૂળ સુંદર સ્વરૂપે પ્રગટ થઈ. મંત્રમાં અક્ષરો અને તેના સંયોજનનું તથા તેની પાઠશુદ્ધિનું કેટલું મહત્ત્વ છે, તે આ દૃષ્ટાંત પરથી સમજાશે.
જુદા જુદા કેટલાક મંત્રો એના અક્ષરોની સંખ્યાથી પણ સુપ્રસિદ્ધ થયા છે. પંચાક્ષરી, સપ્તાક્ષરી, અષ્ટાક્ષરી, ષોડશાક્ષરી વગેરે મંત્રોની જેમ નવકારમંત્ર અડસઠ અક્ષરોથી જાણીતો છે. મંત્રોના અક્ષરોની સંખ્યા સુનિશ્ચિત અને સુપ્રસિદ્ધ હોવાથી મંત્રમાં તેની વધઘટ થવાનો સંભવ રહેતો નથી.
નવકારમંત્ર એના અડસઠ અક્ષરની તેમ જ નવપદથી સુપ્રસિદ્ધ છે. નવનો સંખ્યાંક અખંડિત અને શુકનવંતો મનાયો છે. ગુણાકાર, ભાગાકાર વગેરે ગણિતના પ્રયોગોમાં પણ તે છેવટે નવ ઉપર આવીને રહે છે. નવકારમંત્રમાં નવ પદનો મહિમા વર્ણવતાં વચનો પણ ઘણાં છે ઉ.ત.
નવ પદ એનાં નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે.
નવ પદ એ છે નવે નિધાન, સેવો હૃદયે ધરી બહુમાન.
નવ પદ ધ્યાને દુખ વિસરાઈ, પગ પગ અદ્ધિ સુખ વિશાળ. નવકારમંત્રના એક પદનો, બે પદનો, ત્રણ પદનો, પાંચ પદનો અને નવ પદનો એમ જુદી જુદી દૃષ્ટિએ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પહેલાં પાંચ પદ પાંચ પરમેષ્ઠિનાં હોવાથી કેટલાંક પાંચ પદ ઉપર ભાર મૂકી તેટલો જ મંત્ર ગણવાનો આગ્રહ રાખે છે. એ પાંચ પદનો મહિમા અપાર છે તેમ છતાં નવ પદના મંત્રનો જાપ કરવાની પરંપરા બહુ પ્રાચીન સમયથી ચાલી આવે છે. “મહાનિશીથ સૂત્રમાં નવકારમંત્રને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળો કહ્યો છે અને તેના અક્ષરોની સંખ્યા ૬૮ની જણાવી છે.
નવકારમંત્રમાં પાંચ પદના પાંત્રીસ વર્ણ અને ચૂલિકાના તેત્રીસ વર્ણ એમ કુલ અડસઠ વર્ણ છે. “નમસ્કાર પંજિકા'ની નીચેની ગાથામાં પણ તે જણાવ્યું છે.
નવકારમંત્રનું પાક્ષર સ્વરૂપ - ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org