________________
રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ’ અંક. એ બંને અંકોના સમન્વય રૂપ ગ્રંથ આજે ‘શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ’ના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંક્યું ઢંકાતા નથી. સ્મરણિકા ‘અંક’ માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાક લેખોને સમયમર્યાદાને કા૨ણે એ અંકમાં સમાવી ન શકાયા, એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો એટલે ‘શ્રુતઉપાસક ૨. ચી. શાહ' ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક વિનંતિપત્ર અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ ‘શ્રુતઉપાસક' ગ્રંથના પ્રેરણાસ્રોત એ જિજ્ઞાસુજનો અને પૂ. સાહેબના ચાહકો છે.
પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણસામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઊઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાય અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેક.
ગ્રંથોનાં નિર્માણનો પ્રારંભ કરવા ડિસેમ્બરમાં પ્રો. જશવંતભાઈ શેખડીવાળાને ત્યાં ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે અમે એકત્ર થયા. મુરબ્બી શ્રી શેખડીવાળાસાહેબનું ઉષ્માભર્યું આતિથ્ય અમે સર્વેએ માણ્યું. મારા માટે તો વિદ્વદર્શન હતું.
સર્વે વિદ્વાન સંપાદકોએ કાર્યનો આરંભ કર્યો, નિર્ધારિત ગતિ પ્રગતિ થતી ગઈ. એ દરમિયાન અમારા સભ્યો અને ચાહકોએ પૂ. સાહેબના જૈન ધર્મ વિશેના લેખોનો એક ખાસ ગ્રંથ થાય એવું આગ્રહપૂર્ણ સૂચન કર્યું. પૂ. સાહેબ તો સર્વધર્મ ચિંતક હતા. કોઈ એક વર્તુળમાં જ એમને કેમ રખાય ? પરંતુ જૈન ધર્મ વિશે એઓશ્રીનું ગહન અધ્યયન અને ચિંતન વિશેષ છે એ પણ એટલું જ સત્ય.
મેં. પૂ. શેખડીવાળા સાહેબને અને મુરબ્બી ડૉ. હસુભાઈ યાજ્ઞિકને આ હકીકત જણાવી અને એઓશ્રીએ મારી આ વાત તરત જ સ્વીકારી એટલે મેં મારા અંતરંગ મિત્ર વિદ્વાન ચિંતક અને જૈન ધર્મના ગહન અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ઉપર મિત્રહક અજમાવી દીધો. કોઈપણ પ્રકારની ‘હા-ના'ની ચર્ચા વગર ડૉ. હસુભાઈ યાજ્ઞિક અને ડૉ. જિતેન્દ્રભાઈ મળ્યા અને આપણને બે ગ્રંથ જૈન ધર્મદર્શન’ અને જૈન આચારદર્શન’ પ્રાપ્ત થઈ રહ્યા છે.
‘શ્રુતઉપાસક ડૉ. ૨. ચી. શાહ’ ગ્રંથના સંપાદનની જવાબદારી અમારા સંઘની કારોબારી સમિતિના સભ્યો બહેનશ્રી નિરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહે સંભાળી કામનો પ્રારંભ કર્યો. પરંતુ અમે વિચાર્યું કે આ ગ્રંથને
Jain Education International
१३
For Private & Personal Use Only
www.jainelibrary.org