________________
પરીક્ષા રહેલી છે.
થોડું મળતાં ખેદ ન કરવો જોઈએ. આપનારની ટીકા-નિંદા ન કરવી જોઈએ. સામાન્ય માણસ ભૂખ્યો હોય અને ઉદરતૃપ્તિ ન થાય તો એનો મિજાજ છટકે છે. પરંતુ સાધુ મહારાજ સામાન્ય માનવી નથી. એમના જીવનમાં સમદર્શિતા હોવી જોઈએ. ભગવાને આમ તો સાધુઓની ગોચરીના સંદર્ભમાં આ વચન કહ્યું છે, પરંતુ જીવનના સામાજિક અને આધ્યાત્મિક એવા સર્વ સ્તરે એનો વ્યાપક અર્થ ઘટાવી શકાય એવું છે.
સંસારનો એવો ક્રમ નથી કે દરેક વખતે મનુષ્યને પૂરતા પ્રમાણમાં બધું સરખું મળી રહે. કોઈકને વધુ મળે અને કોઈકને ઓછું મળે. એમાં માનવસ્વભાવની ત્રુટિ પણ હોઈ શકે અને કુદરતી કારણો પણ હોઈ શકે. એક પ્રદેશમાં પાણી, ધન્ય ધાન્ય ઇત્યાદિની વિપુલતા હોય અને અન્ય પ્રદેશોમાં દુકાળ જેવી સ્થિતિ હોય. એક પ્રદેશમાં કામ ઘણું હોય પણ કામ કરનારા મળતા ન હોય અને અન્ય પ્રદેશમાં કામ કરવાની લાયકાત ધરાવનાર ઘણાં હોય, પણ મોટા ભાગના બેકાર હોય. પૃથ્વી ઉપર દરેક વાતે સદા સર્વદા સમતુલા હોતી નથી, હોઈ શકતી નથી. આવી અસમાન પરિસ્થિતિમાં વધુ કે ઓછાની પ્રાપ્તિનો પ્રશ્ન હંમેશાં રહેવાનો. એટલે પોતાની ધારણા કરતાં ઓછું મળવાની ઘટનાઓ પણ હંમેશાં બનતી રહેવાની.
વ્યવહારમાં માણસ આપવા-લેવાનો ક્રમ બરાબર સાચવે છે. બજારૂ લેવડદેવડમાં ઓછું આપવાની વૃત્તિ દેખાશે, પણ ઓછું લેવાની નહિ. જ્યાં સોદાઓ નથી ત્યાં વધઘટની ઘટનાઓ નભાવી લેવાય છે.
માણસનો જીવન પ્રત્યેનો અભિગમ જ્યારે વિપરીત અને નિષેધાત્મક હોય છે ત્યારે દરેક વિષયમાં એને ત્રુટિ જ જણાય છે. ચકોર દોષદૃષ્ટિ ધરાવનારની છિદ્રો પર નજર તરત પડે છે. ન હોય ત્યાં પણ છિદ્રો બતાવી શકે છે અથવા પોતાના ફળદ્રુપ ભેજામાંથી તે ઉપજાવી શકે છે. સૌને ગમી જાય એવું મૂલ્યવાન વસ્ત્ર હોય છતાં રંગ, ભાત, પોત કિનારા, પાલવ વગેરેની કંઈક ખામી બતાવીને પોતાના અસ્તિત્વનું બીજાને ભાન ન કરાવે ત્યાં સુધી એવી કોઈક મહિલાઓને ચેન પડતું નથી. પોતાના રસોઇયાએ સારામાં સારી રસોઈ કરી હોય છતાં પોતે એને બેચાર વાનગી માટે ટોકે નહિ ત્યાં સુધી કેટલાક સજ્જનોને ગળે કોળિયો ઊતરતો નથી. વૈભવી રાજમહેલ જેવું ઉતારા માટે સ્થળ મળ્યું હોય તોપણ મોઢું મચકોડનારા સજ્જનો જોવા મળશે.
કેટલાક માણસોનું એવું મંતવ્ય હોય છે કે બીજાને એની અપૂર્ણતાનું ભાન ન કરાવીએ તો એ સુધરશે ક્યારે ? પોતાને ઓછું મળ્યું છે એ પ્રત્યે ધ્યાન ખેંચીએ
૨૪ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org