________________
તો જ બીજી વાર એ ભૂલ ન કરે. કેટલાકથી પોતાને ઓછું મળ્યાનો અસંતોષ જાણતાંઅજાણતાં વ્યક્ત થવા વગર રહેતો નથી. કોઈક તત્કાળ વ્યક્ત કરે છે, કોઈ પછીથી; કોઈક જાહેરમાં વ્યક્ત કરે છે, કોઈક અંગત વર્તુળમાં. અલ્પપ્રાપ્તિ માણસને જ્યારે ખટકે છે ત્યારે એની પ્રતિક્રિયા ચાલુ થાય છે. જેઓ વસૂલ કરવાની વૃત્તિવાળા હોય છે, પોતાનાં નાણાં પ્રમાણે વસ્તુ બરાબર મેળવવાના આગ્રહી હોય છે એમની પ્રતિક્રિયા તો તરત જ ચાલુ થાય છે.
એક વખત એક બાળકી પોતાના વર્ગના બીજા એક વિદ્યાર્થીના જન્મદિવસે એને ઘરે યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. બીજાં બાળકો પણ આવ્યાં હતાં. પાર્ટીમાં બધાંને નાસ્તા પછી આઈસક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ પણ લીધો. ત્યાર પછી થોડી વારે બધાને બીજી વાર આઈસક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ તે લેવાની ના પાડી. યજમાન બહેને આગ્રહ કર્યો તોપણ ન લીધો, એટલે બહેને એને કારણ પૂછ્યું. બાળકીએ કહ્યું, “મારી મમ્મીએ મારી પાસે પ્રોમિસ લીધું છે કે હું બીજી વાર આઈસક્રીમ નહિ માગું. આપશે તોપણ નહિ લઉં. મેં મમ્મીને પ્રોમિસ આપ્યું છે.”
યજમાન બહેને કહ્યું, “તારી મમ્મીએ આવું પ્રોમિસ ન લેવું જોઈએ. ત્યારે બાળકી બોલી, પણ મમ્મીને થોડી ખબર છે કે અહીં પહેલી વારમાં જ કેટલો ઓછો આઈસક્રીમ આપ્યો છે ?'
નાની બાળકીએ નિર્દોષતાથી વ્યક્ત કરેલો અસંતોષનો ભાવ મોટા માણસો પણ સભાનપણે વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી.
બીજી બાજુ જે માણસોનો અભિગમ જે મળ્યું તે માણવાનો હોય છે તેઓ પોતાના એટલા સમયને સાર્થક કરે છે. જીવન જીવવાની એ એક કળા છે. દરેક પરિસ્થિતિમાં તેઓ રાજી રાજી હોય છે. હાસ્ય, પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, વિનોદ, ઇત્યાદિથી તેમનું જીવન છલોછલ ભરેલું રહે છે. પોતાને ઓછું મળ્યું છે એવી સભાનતા પણ તેઓ રાખતા નથી અને તેમને રહેતી પણ નથી. પોતાની યોગ્યતા કે ધારણા કરતાં પોતાને ઘણુંબધું મળ્યું છે એવો આશાવાદ એમના જીવનમાં વણાઈ ગયો હોય છે. ક્યાંક ફરિયાદ કરવાનું તેમને પ્રયોજન જણાતું નથી.
પોતાને થોડું મળ્યું હોય, પણ પોતાના સ્વજન, સાથીદાર કે આશ્રિતને કશું જ ન મળ્યું હોય અથવા વધારે મળ્યું હોય ત્યારે માણસની કસોટી થાય છે. થોડામાંથી પણ થોડું બીજાને આપવાની ઇચ્છા મનની ઉદારતા અને ત્યાગની ભાવના વગર સંભવી ન શકે. અન્યને અધિક મળ્યું હોય ત્યારે ઈર્ષ્યા, પડાવી લેવાની વૃત્તિ ઈત્યાદિ પોતાનામાં જન્મે છે કે નહિ તેના આધારે તેના સત્ત્વની કસોટી થાય છે.
થોવ તqયું ન હિંસા - ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org