________________
સંઘયણવાળા, અપ્રમત્ત, ધૈર્યવંત, નિર્લોભી, નિઃસ્પૃહી વિકથાત્યાગી, પ્રભાવક, અમાયાવી, સ્થિર આગમ પરિપાટીવાળા, પંચાચારના પાલનમાં રત, વિશુદ્ધ દઢ બ્રહ્મચર્ય પાળનાર, નિર્ભય, નિરહંકારી, કુશલ, નિઃશલ્ય; અપ્રતિબદ્ધવિહારી, આદેય વચનવાળા, દેશનાલબ્ધિવાળા, સભામાં ક્ષોભ ન પામે તેવા, નિદ્રા પર વિજય મેળવનાર, દેશકાળના જાણનાર, તરત ઉત્તર આપનાર પ્રત્યુત્પન્નતિવાળા, જુદા જુદા દેશોની ભાષાના જાણકાર સ્વ-પર શાસ્ત્રના જ્ઞાતા, હેતુ, નય ઉપનય ઇત્યાદિના પ્રતિપાદનમાં પ્રવીણ, શિષ્યોને ભણાવવામાં કુશળ, શિષ્ય સમુદાયનું વાત્સલ્યપૂર્વક સુયોગ્ય નેતૃત્વ સંભાળનાર, અસંકલિષ્ટ ચિત્તવાળા, ગંભીર પ્રસન્ન મુખમુદ્રાવાળા, મધ્યસ્થ ભાવવાળા, સમતાના ધારક, સન્માર્ગ-ઉન્માર્ગ–દોષાદિના જ્ઞાતા, નિર્દોષ ગોચરીવાળા, શાસ્ત્રોક્ત વિહાર કરવાવાળા, ઈત્યાદિ સેંકડો ગુણોના ભંડાર જેવા હોવા જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ આચાર્ય મહારાજની તુલના તીર્થકર ભગવાન સાથે નવ પ્રકારે કરી છે અને કહ્યું છે કે આચાર્ય મહારાજ “તીર્થકરતુલ્ય' છે.
શ્રી ઉદ્યોતનસૂરિએ પોતાના પ્રાકૃત “કુવલયમાળા' ગ્રંથમાં આચાર્ય ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે જો આચાર્યો ન હોત તો આગમોનો સાર કે રહસ્ય કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી ઘીથી સિંચાયેલી આગમજ્યોતને ધારણ કરનારા આચાર્યો ન હોત તો શું થાત ? નિર્મળ ચંદ્રરૂપી આચાર્યો ભવ્ય જીવરૂપી કુમુદોને વિકસાવે છે. ચારિત્રરૂપી કિરણો વડે તેઓ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. સૂર્ય જેવા સૂરિદેવ ન હોય તો ગતના જીવો મિથ્યાત્વના અંધકારમાં અટવાતા હોત. આચાર્ય મહારાજ સૂર્ય સમાન ઉદ્યોત કરનાર, કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર, ચિંતામણિ રત્નની જેમ સુખ આપનાર જંગમ તીર્થરૂપ છે.
નિશીથભાષ્યમાં કહ્યું છે કે રાવિવિમુક્કો સયધામો , બારિયો ! રાગદ્વેષથી રહિત આચાર્ય “શીતગૃહ સમાન છે. શીતગૃહ એટલે બધી ઋતુમાં જ્યાં એકસરખું સુખદ, અનુકૂળ વાતાવરણ હોય પ્રાચીન સમયમાં મોટા રાજાઓ. ચક્રવર્તીઓ આવા ભવનની રચના કરાવતા.) એટલે આચાર્ય મહારાજ અનુકૂળ કે પ્રતિકૂળ એવી સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સમતાના ધારક હોવાથી સદાસર્વદા પ્રસન્ન હોય છે.
દિગંબર આમ્નાયના ધવલા’ વગેરે ગ્રંથોમાં કાર્યો સો દોર એમ કહીને આચાર્યનાં જે લક્ષણો બતાવ્યાં છે તે પ્રમાણે પ્રવચનરૂપી સમુદ્રના જળની મધ્યમાં સ્નાન કરવાથી અર્થાતુ પરમાત્માના પરિપૂર્ણ અભ્યાસથી અને અનુભવથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે, જેઓ નિર્દોષ રીતિથી છ આવશ્યકનું પાલન કરે છે, જેઓ મેરુની સમાન નિષ્કપ છે, જેઓ શૂરવીર છે, જેઓ સિંહની જેમ નિર્ભય છે, જેઓ વર્ય એટલે કે શ્રેષ્ઠ છે, જેઓ દેશ, કુળ, જાતિથી શુદ્ધ છે, જેઓ સૌમ્યમૂર્તિ
૧૪૦ કિ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org