________________
છે તથા અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત છે, જેઓ આકાશની જેમ નિર્લેપ છે, એવા આચાર્યને પંચપરમેષ્ઠિમાં સ્થાન છે. જેઓ સંઘને સંગ્રહ (અર્થાત. દીક્ષા) અને નિગ્રહ (અર્થાત્ શિક્ષા એટલે પ્રાયશ્ચિત્તાદિ દેવામાં કુશળ છે, જેઓ સૂત્ર અને એના અર્થમાં વિશારદ છે, જેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ રહી છે, જેઓ સારણ અર્થાતુ. આચરણ અને વારણ અર્થાત્ નિષેધ તથા સાધન અર્થાત્ વ્રતોની રક્ષા કરવાવાળી ક્રિયાઓમાં નિરંતર ઉદ્યમશીલ છે એમને પરમેષ્ઠિ તરીકે ઓળખવા જોઈએ. જેઓ ચૌદ વિદ્યાસ્થાનોમાં પ્રવીણ હોય, અગિયાર અંગ (વિશેષતઃ આચારાંગ)ને ધારણ કરનાર હોય. સ્વસમય અને પરસમયમાં પારંગત હોય, મેરુની જેમ નિશ્ચલ હોય, પૃથ્વીની જેમ સહિષ્ણુ હોય, સમુદ્રની જેમ દોષોને બહાર ફેંકી દેનાર હોય, સપ્ત પ્રકારના ભયથી રહિત હોય, જેઓ પંચાચારના પાલનમાં અને પળાવવામાં સમર્થ હોય તેઓ આચાર્ય કહેવાય. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : ___ दंसणणाणप्पहाणे वीरियचारित्तवरतवायारे ।
अप्पं परं च जुंजई सो आयरिओ मुणीएओ ॥ જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન એટલે કે શ્રેષ્ઠ છે, જે ઉત્તમ વીર્ય, ચારિત્ર અને તપથી યુક્ત છે તથા જે સ્વ અને પરિને સન્માર્ગમાં જોડે છે તે આચાર્ય મુનિઓ દ્વારા આરાધના કરવાને યોગ્ય છે.]
જેઓ આચાર્ય હોય તેઓ ઉપાધ્યાય અને સાધુ તો હોય જ કારણ કે સાધુપણામાં જેઓ ઉપાધ્યાય પદને યોગ્ય હોય તેને જ ઉપાધ્યાય બનાવવામાં આવે છે અને ઉપાધ્યાયના પદ પછી જેમનામાં આચાર્યના પદની યોગ્યતા હોય તેઓને જ આચાર્યની પદવી આપવામાં આવે છે. જેઓ યોગોદ્વહન કરવાપૂર્વક નિશ્ચિત આગમગ્રંથોનું સૂત્રથી અને અર્થથી વિધિપૂર્વક અધ્યયન કરે છે તેઓને જ આચાર્યનું પદ આપવામાં આવે છે. આ ઉપરાંત એ પદ માટે બીજી ઘણી યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે.
“આચાર્ય' શબ્દ “આચાર' શબ્દ પરથી આવ્યો છે. પરંતુ આચાર્યનું કર્તવ્ય બેવડું છે. જેઓ આચારનું સ્વયં પાલન કરે છે અને શિષ્યાદિ પાસે આચારનું પાલન કરાવે તે આચાર્ય. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે પોતાના શિષ્યોને ચારિત્રપાલનમાં, મોક્ષમાર્ગમાં દઢ રાખે છે. શ્રી રત્નશેખરસૂરિએ ‘સિરિસિરિવાલકહા'માં કહ્યું છે:
जे सारण वारण चोयणाहिं पडिचोयणाहिं निच्चंपि । सारंति नियंगच्छं ते आयरिये नमसामि ॥
તિત્વથરસમો સૂર – આચાર્યપદનો આદર્શ
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org