________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
જે દિયે સારણ, વાસણ, ચોયણ, પડિચોયણ વળી જનને;
પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને સારણા એટલે સ્મારા. સ્મરણ શબ્દ પરથી સ્મારણા થાય છે. એનો અર્થ થાય છે યાદ કરાવવું. આચાર્ય ભગવંત પોતાના શિષ્યોના આચારપાલન ઉપર એવી બારીકાઈથી ધ્યાન રાખે છે કે પંચ મહાવ્રતના પાલનામાં, સમિતિ-ગુપ્તિના પાલનમાં, આવશ્યક ક્રિયાઓમાં, દિવસ-રાતની સામાચારીમાં ક્યાંક વિસ્મરણ થઈ જતું હોય તો યાદ કરાવે. આ યાદ કરાવવાની ક્રિયા તે સારણા. આચાર્ય મહારાજનું એ કર્તવ્ય છે. “હશે', “ચાલશે', કંઈ વાધો નહિ'- એવું વલણ આચાર્ય મહારાજનું ન હોય.
વારણા એટલે વારવું અથવા અટકાવવું. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોથી કંઈ દોષ થવાનો હોય તો તે અટકાવે. શિષ્યો આચારપાલનમાં ઉતાવળ કરતા હોય, તે અવિધિએ કરતા હોય, અકલ્પનીય કરણી કરતા હોય, સાવદ્યયોગમાં પ્રવર્તતા હોય, ઉસૂત્ર પરૂપણા કરતા હોય, પ્રમાદ સેવતા હોય, ઉન્માર્ગે જતા હોય, મન, વચન કે કાયાથી અનુચિત, અતિચારયુક્ત આચરણ કરતા હોય તો તેને અટકાવે. પોતાના આશ્રિત શિષ્યો ઉપર બરાબર દેખરેખ રાખી તેમને પડતા બચાવવા તે આચાર્ય મહારાજનું કર્તવ્ય છે.
ચોયણા એટલે પ્રેરણા. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોને અતિચારયુક્ત આચરણ કરતાં અટકાવે એટલું જ નહિ, સાધુતાના આદર્શ તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે. જરૂર પડે પોતાના આચરણથી બોધ આપે. કોઈથી તપશ્ચર્યા ન થતી હોય, કોઈથી પરીષહ સહન ન થતા હોય, કોઈને પ્રભુભક્તિમાં રસ ન પડતો હોય, કોઈને બીજાની વૈયાવચ્ચ ન ગમતી હોય તો તેને મધુર વાણીથી, મહાન પૂર્વાચાર્યોનાં અને અન્યનાં એવાં પ્રેરક દૃષ્ટાંન્તો આપીને પ્રેરણા કરે તથા પ્રોત્સાહિત કરે.
પડિચોયણા એટલે પ્રતિચોરણા અર્થાત્ વારંવાર પ્રેરણા કરવી. કેટલીક વાર એક વખત કહેવાથી કાર્ય ન થાય તો ફરીથી કહેવાની જરૂર પડે. ક્યારેક એક કરતાં વધુ વખત શિષ્યોને જાગૃત અને પ્રોત્સાહિત કરવાની જરૂર પડે. કેટલાક શિષ્યોમાં ગૃહસ્થ જીવનના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે વ્રતપાલનમાં મંદતા આવી જાય છે. આચાર્ય મહારાજ આ જે કંઈ કરે તે કઠોરતાથી કે કટુતાથી નહિ, પણ મધુરતાથી અને વાત્સલ્યભાવથી કરે છે. એથી શિષ્યને પોતાના આત્મકલ્યાણના માર્ગ પર સ્થિતિ રહેવાનું ગમે છે.
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ઇત્યાદિ માટે વિવિધ પ્રકારનાં રૂપક શાસ્ત્રગ્રંથોમાં
૧૪૨ - જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org