________________
અહિતરૂપી સઘળા તાપને ટાળે છે તથા જેઓ જિનશાસનને અજવાળે છે તેવા ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરો.)
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “નવપદની પૂજામાં ઉપાધ્યાયપદની પૂજામાં રત્નશેખરસૂરિએ “સિરિ સિરિવાલ કહા'માં લખેલી ગાથા આદ્યકાવ્ય તરીકે નીચે પ્રમાણે આપે છે :
सुत्तत्थवित्थारणतप्पराणं, नमो नमो वायगकुंजराणं ।
गणस्स साधारण सारयाणं सव्वक्खणा वज्जियम थराणं ॥ સૂત્રાર્થનો વિસ્તાર કરવામાં તત્પર અને વાચકમાં કુંજર (હાથી) સમાન ઉપાધ્યાય મહારાજને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપાધ્યાય મહારાજ સૂત્ર અને તેના અર્થનો વિસ્તાર કરીને સમજાવે છે. વળી તેઓ દ્વારા સૂત્રાર્થની પરંપરા વિસ્તરતી ચાલે છે. ઉપાધ્યાય મહારાજ સૂત્રોનો અર્થ સામાન્યથી સમજાવે છે અને આચાર્ય ભગવંત વિશેષથી અર્થ સમજાવે છે અર્થાતું જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં ત્યાં તેનાં ગૂઢ રહસ્યો પ્રકાશે છે.
પંચપરમેષ્ઠિ નમસ્કાર અને સાધનામાં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર લખે છે, “શ્રી ઉપાધ્યાય ભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને છે તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ એ જેમ અનુક્રમે શ્રોત, ચક્ષુ અને ઘાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ ષડૂરસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.' રત્નશેખરસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે :
‘દ્વાદશ અંગ સઝાય કરે જે, પારગ ધારક તાસ;
સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉwય ઉલ્લાસ.' વળી તેઓ ઉપાધ્યાય પદનો મહિમા સમજાવતાં કહે છે :
નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય; પરમેશ્વર-આશાયત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય.
૧૬૮. જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org