SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ साहूण नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥ સાધુ ભગવંતને ભાવથી કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર ધન્ય જીવોના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસોતસિકાનું હરણ કરે છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર મહાન અર્થવાળો છે એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. અને મરણ વખતે તે બહુ વાર કરાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો અનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે.] શ્રી જ્ઞાનવિમલસૂરિએ નવકાર ભાસમાં કહ્યું છે, અરિહંત ભક્તિ સા ઉપદેશે, વાયરસૂરિના સહાઈ રે. મુનિ વિણ સર્વ કિયા નવિ સૂઝ, તીર્થ સકલ સુખદાઈ રે પંચમ પદ એણી પેરે ધ્યાવતાં પંચમગતિનો સાધો રે; સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે. શાસ્ત્રકાર કહે છે : विनय सुहनियत्ताणं विसुद्ध चारितनियजुत्ताणं । तच्चुगुणसाहगाणं सदा य किच्चुजुयाण नरो ॥ સિાધુઓ વિષયસુખથી નિવર્સેલા હોય છે. વિશુદ્ધ ચારિત્રના નિયમોથી યુક્ત હોય છે. ભૂલ ગુણ અને ઉત્તર ગુણને ધારણ કરવાવાળા હોય છે.) તથા તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે તથા સદા ભક્તિમાર્ગમાં) સહાય કરવાના કર્તવ્યમાં ઉદ્યમી હોય છે. તેવા સાધુઓને નમસ્કાર થાઓ | असहाये सहायत्तं करंति मे संजमं करिन्तस्स । एएण कारणेणं नमामिऽहं सव्व साहूणं ॥ સાધુઓ અસહાય એવા મને સંયમના પાલનમાં સહાય કરનારા છે એ કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતામાં સાધપદના વર્ણનને અંતે ભાવના વ્યક્ત કરી છે : નમસ્કાર આણગારને, વાસિત જેગનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ, પવિત્ત, આર્તધ્યાન તસ નવિ હુવે દુર્ગતિ વાસ, ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ. વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : ધન્ય તે મુનિવરા રે, જે ચલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ૧૮૮ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy