________________
ભોગપક તરુ ઉપચ બેઠ, પંકજ પરે જે ન્યારા;
સિંહ પરે નિજ વિક્રમ શ્રેચ, ત્રિભુવન જન આધારા. નવપદની આરાધનામાં સાધુપદની આરાધના પાંચમા દિવસે આવે છે. એ આરાધનામાં “ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણંપદની ૨૦ માળા ઉપરાંત સાધુ ભગવંતના ૨૭ ગુણ પ્રમાણે ૨૭ સાથિયા, ૨૭ ખમાસમણા, ૨૭ પ્રદક્ષિણા, ૨૭ લોગસ્સનો કાઉસગ્ગ ઈત્યાદિ કરવામાં આવે છે. સાધુપદનો વર્ણ શ્યામ હોવાથી જેઓ એક ધાન્યનું આયંબિલ કરતા હોય તેઓ અડદનું આયંબિલ કરે છે. આ આરાધના વિધિપૂર્વક કરતી વખતે નીચેનો દૂહો બોલાય છે:
અપ્રમત્ત જે નિત્ય રહે. નવિ હરખે, નવિ શોચે રે;
સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. છઠ્ઠી સદીના મહાન આચાર્ય ભગવંત શ્રી ઉદ્યતનસૂરિએ “કુવલયમાળા' નામના પોતાના પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથમાં એક સ્થળે સાધુ ધર્મપરિભાવના' વર્ણવી છે. ગૃહસ્થ જીવનમાં સાચી ધર્મસાધના કરનાર વ્યક્તિ પોતાની પરિભાવના વ્યક્ત કરતાં ત્યાં જે કહે છે તેમાંથી થોડીક પંક્તિઓનો અનુવાદ અહીં યંક્યો છે :
હું ક્યારે સાધુપણું પામીશ? ક્યારે રાત્રિએ ધ્યાનમાં હોઈશ? ક્યારે ચરણકરણાનુયોગનો સ્વાધ્યાય કરીશ? ક્યારે ઉપશાન્ત મનવાળો થઈને કર્મરૂપી મહાપર્વત ભેદવા માટે વજસમાન એવું પ્રતિક્રમણ કરીશ? ક્યારે ધર્મધ્યાનમાં લાગી જઈશ ? ક્યારે મહાન તપશ્ચર્યાઓ કરીશ ? ક્યારે સમભાવવાળો થઈશ? ક્યારે અંતિમ આરાધના કરી દેહ છોડીશ ?'
હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં શ્રાવકનાં માર્ગાનુસારી ગુણલક્ષણો બતાવ્યાં છે. એમાં શ્રાવક માટે એક શબ્દ પ્રયોજ્યો છે–તિધર્માનુરજ્જાનામ્ એટલે સાચો શ્રાવક એવો હોવો જોઈએ કે જે યતિધર્મનો અનુરાગી હોય. સાધુને જોતાં જ શ્રાવકને હર્ષ થવો જોઈએ. એને મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ કે અંતે લેવા જેવું તે આ સાધુપણું છે, ભલે વર્તમાન સંજોગોમાં પોતે ન લઈ શકે. સાધુને વંદન કરતી વખતે પણ મનમાં એવો ભાવ થવો જોઈએ કે “આવું સાધુપણું મને પોતાને ક્યારે મળશે ?”
કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં સાધુ થવા માટેની પોતાની ઉત્કટ લાગણી કેટલી હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને. વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો.
નમો લોએ સવ્વસાહૂણ ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org