________________
ભગવાન સંઘને નમસ્કાર કરે છે. એમાં એમનો વિનય ગુણ રહેલો છે અને સંઘનું માહાત્મ્ય રહેલું છે.
તીર્થનો એક અર્થ થાય છે શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનની આરાધાનાથી જ અરિહંતપણું પ્રાપ્ત થાય છે. એટલે શ્રુતજ્ઞાન પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે પણ ભગવાન તીર્થ'ને નમસ્કાર કરે છે.
ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે પાંત્રીસ ગુણથી યુક્ત, પુષ્કર નામના મેઘ સમાન ગંભી૨ એવી ભગવાનની વાણી સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સમજાય છે, કારણ કે દિવ્ય ધ્વનિમય હોય છે. ભગવાન જે દેશના આપે છે તે માલકૌશાદિ રાગમાં હોય છે, એથી સર્વ જીવોને તે કર્ણમધુર, અમૃતતુલ્ય, પ્રય લાગે છે. વળી દિવ્ય ધ્વનિયુક્ત ભગવાનની આ દેશનાને દેવો પોતાનાં વાજિંત્રો વડે વધારે પ્રિય બનાવે છે. ભગવાનની વાણી ચારે બાજુ એક યોજન સુધીના વિસ્તારમાં સાંભળી શકાય છે. એ સાંભળીને સર્વ જીવો અપાર હર્ષ અને શાંતિ અનુભવે છે. ભવભ્રમણનો તાપ ટાળનારી ભગવાનની વાણી કેટલાયે જીવોને તો તે જ જન્મમાં મુક્તિ અપાવનારી નીવડે છે.
પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવથી તે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવી૨સ્વામી સુધીના સર્વ તીર્થંકરોએ જ્યારે જ્યારે દેશના આપી છે ત્યારે દેવોએ ત્યાં સમવસરણની રચના કરી છે. પરંતુ દરેક તીર્થંકરના દેહમાન અનુસાર સમવસરણની રચના કરાય છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના સમવસરણની રચના અનુસાર ઘણી વિગતો અને માપ અહીં દર્શાવ્યા છે.
સમવસરણની રચના જુદા જુદા દેવો મળીને કરે છે. પરંતુ કોઈ એક જ દેવ સમગ્ર સમવસરણની રચના કરવા પણ શક્તિમાન હોય છે.
સમવસરણની રચના સામાન્ય રીતે વર્તુળાકાર હોય છે, પરંતુ ક્યારેક ચોરસ રચના પણ કરાય છે.
સમવસરણની રચના જુદી જુદી ભૂમિકા અથવા કોઠામાં કરવામાં આવે છે. જે મિથ્યાસૃષ્ટિ અભવ્ય જીવો હોય છે તેઓ સમવસરણની બાહ્ય કેટલીક રચનાઓ જોઈ શકે છે, તેનાથી તેઓ અંજાઈ જાય છે; પરંતુ તેઓ ભગવાનને સાક્ષાત્ જોઈ શકતા નથી. જે જીવો સંદેહ કે સંશયવાળા હોય, ધર્મવિમુખ હોય કે વિપરીત અધ્યવસાયવાળા હોય. ભગવાનનાં દર્શન કરવાને અપાત્ર હોય તેવા જીવો પણ સમવસરણમાં ભગવાનનાં દર્શન કરી શકતા નથી, કરવા જાય તો ભગવાનના અને સમવસરણના દેદીપ્યમાન સ્વરૂપના પ્રકાશથી એમનાં નેત્ર એવાં અંજાઈ જાય છે કે એમને કશું દેખાતું નથી. તેઓ અંધ જેવા થઈ જાય છે. સાચી જિજ્ઞાસા જેમના
સમવસરણ ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org