________________
નવકારમંત્રની નિત્યતા પંચાસ્તિકાયનું ઉદાહરણ આપીને દર્શાવી છે. ‘નમસ્કારફલ પ્રકરણમાં કહ્યું છેઃ
एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो । तइया वि ते पढ़ता, इसुच्चियजिणनमुक्कारो ॥
આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જૈન ધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ જિન નમસ્કાર (નવકારમંત્ર) ભવ્ય જીવો વડે ભણાય છે.] આમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જૈન ધર્મ અનાદિ છે અને તે પ્રમાણે નવકારમંત્ર પણ અનાદિ છે.
હવે કાળની બાબતનો વિચાર કરીએ. ક્યારેય એમ નહિ કહી શકાય કે અમુક વખતે કાળની શરૂઆત થઈ. જો એમ કહીએ તો તે પહેલાં શું હતું અને શા માટે તેમ હતું તેવા પ્રશ્નો ઊભા થશે અને તેનો કોઈ તર્કયુક્ત બુદ્ધિગમ્ય જવાબ નહિ આપી શકાય. માટે કાળને આરંભ વગરનો અનાદિ માનવો પડશે.
એવી જ રીતે જીવને અર્થાત્ આત્માને પણ અનાદિ, નિત્ય માનવો પડશે. જૈન ધર્મમાં આત્મા વિશે છ પદ ગણાવવામાં આવે છે : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. (પ) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. આ ષટ સ્થાનક વિશે શાસ્ત્રકાર કહે છે : अत्थि जिओ सो निच्चो, कत्ता भोत्ता य पुन्नपावाणं । अत्थि धुवं निव्वाणं, तदुवाआ अत्थि छठ्ठाणे ॥
આમ જીવને (આત્માને) નિત્ય માનવામાં આવ્યો છે. અમુક કાળે આત્મા ઉત્પન્ન થયો અને અમુક કાળે આત્મા નાશ પામશે એમ કહેવું અસંગત ઠરે છે. આત્મા નિત્ય એટલે શાશ્વત, અનાદિ, અનંત છે. શરીરનો નાશ થાય છે, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મા નિત્યસ્વરૂપનો છે એ સાંખ્યાદિ હિંદુ દર્શનો પણ સ્વીકારે છે. માટે જ શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં આત્માનાં લક્ષણો દર્શાવતાં કહેવાયું છે :
न जायते म्रियते वा कदाचिन्नपि भूत्वा भविता न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
[તે (આત્મા) જન્મતો નથી કે મરતો નથી. અથવા તે પૂર્વે નહોતો અને પછી પણ નહિ હોય એવું પણ નથી. આત્મા અજ (જેનો જન્મ થતો નથી તે), નિત્ય, શાશ્વત અને પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ આત્મા હણાતો નથી.]
જેવી રીતે કાળ અને આત્મા અનાદિ, નિત્ય, શાશ્વત છે, તેવી રીતે જૈન ધર્મ પણ શાશ્વત છે. અહીં જૈન ધર્મનો એકાદ ઉત્સર્પિણ કે અવસર્પિણીની દૃષ્ટિએ કે એના વર્તમાન અથવા તત્કાલીન આચારધર્મની દૃષ્ટિએ નહિ પણ મૂળ મોક્ષમાર્ગ નવકારમંત્રની શાશ્વતતા ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org