________________
અને એની સાધનાની સૂક્ષ્મ દૃષ્ટિએ તથા સનાતન ચાલ્યા કરતા કાળપ્રવાહની દષ્ટિએ વિચાર કરવાનો છે. જ્યાં સુધી જીવ છે, મનુષ્યગતિ છે, મોક્ષમાર્ગ છે અને સિદ્ધદશા છે ત્યાં સુધી એટલે કે અનાદિ-અનંત કાળને વિશે જૈન ધર્મ પણ છે. જેમ કાળ, જીવ અને જૈન ધર્મ અનાદિ છે તેમ જિનેશ્વર ભગવાનને કરાયેલો નમસ્કાર અર્થાત્ નવકારમંત્ર પણ અનાદિ, નિત્ય,શાશ્વત છે. માટે જ કવિ કુશળલાભ વાચક કહે છે :
આગે ચોવીસ હુઈ અનંતી, હોશે વાર અનંત,
નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત. ચોવીસ તીર્થકરોની ચોવીસી ક્યારથી શરૂ થઈ? જેમ વર્તમાન અવસર્પિણી કાળની ચોવીસી છે તેમ ગત કે અનાગત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળની ચોવીસી પણ હતી અને હશે. મહા વિદેહક્ષેત્રમાં જેમ હાલ વીસ તીર્થકરોની વીસી છે તેમ ગત તેમજ અનાગત વીસી પણ હતી અને હશે. આમ જ્યારે કાળની ગણના કરીશું ત્યારે તીર્થકરોની ગણના કરવી જ પડશે. પરંતુ કાળ તો અનાદિ છે, અનંત છે. માટે જ કવિ કુશળલાભે કહ્યું છે કે અનંત ચોવીસીઓ થઈ ગઈ અને અનંત ચોવીસીઓ થશે. એટલા માટે અરિહંત પરમાત્મા, જિનેશ્વર ભગવાનનું પદ અનાદિ અનંત છે. નવકારમંત્રમાં કોઈ એક જ તીર્થકર ભગવાનને નમસ્કાર નથી, પણ અનાદિ-અનંતકાળના સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરોને નમસ્કાર છે.
જેવી રીતે અરિહંત પરમાત્માનું પદ અને સ્વરૂપ શાશ્વત છે તેવી જ રીતે સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતનાં પદ અને સ્વરૂપ પણ શાશ્વત છે, અનાદિ-અનંત છે. નવકારમંત્રમાં અરિહંત ઉપરાંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુને કરાતા નમસ્કારમાં પણ કોઈ એક જ નિશ્ચિત વ્યક્તિને નમસ્કાર નથી, પણ અનાદિ-અનંત કાળના તે તે સર્વેને નમસ્કાર છે. એટલે
જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ પંચપરમેષ્ઠી હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તે સર્વને નમસ્કાર છે. એટલા માટે જ કવિ કુશળલાભ વાચક નવકારમંત્રના છંદમાં એનો મહિમા વર્ણવતાં કહે છે :
નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક,
સિદ્ધ મંત્ર એ શાશ્વતો, એણ જપે શ્રી નાયક' પ્રવચનસારોદ્ધાર' વૃત્તિમાં કહ્યું છે :
सर्वमन्त्ररत्नानामुत्पुत्याकरस्य, प्रथमस्य कल्पितपदार्थ करणैक कल्पद्रुमस्य, विषविषधर शाकिनी डाकिनीयाकिन्यादिनिग्रह निरवग्रह स्वभावस्य सकलजगद्ध करणाकृष्टयादाव्यभिचारी प्रौढ प्रभावस्य चतुर्दश पूर्वाणां सारभूतस्य पंचपरमेष्ठि नमस्कारस्य महिमाइत्येयं भूतं परिवर्तते त्रिजगत्यत्कालमेति निष्प्रतिपक्षमेतत् सर्व
૬૨ - જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org