________________
समयविदाम् ।
અહીં વૃત્તિકારે સર્વ શાસ્ત્રાકારોને સંમત એવા નવકારમંત્રનાં ભિન્ન ભિન્ન વિશેષણો દર્શાવ્યાં છે : (૧) નવકારમંત્ર અન્ય સર્વ મંત્રરૂપી રત્નોને ઉત્પન્ન થવા માટે ખાણ સમાન છે. (૨) નવકારમંત્ર પ્રથમ છે. એટલે નવકારમંત્ર મૂળ મંત્ર છે, અનાદિ કાળનો મંત્ર છે. (૩) સર્વ મનોવાંછિત પદાર્થો આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે. (૪) નવકારમંત્ર સર્વ વિષ, વિષધર, શાકિની, ડાકિની, યાકિની વગેરેનો નિગ્રહ પરાભવ) કરવાવાળો તથા નિરવગ્રહ (અસર થઈ હોય તો તેમાંથી મુક્ત કરાવવાનો) સ્વભાવવાળો મંત્ર છે. (૫) સકલ જગતનું વશીકરણ અને આકર્ષણાદિ કરવામાં સફળ અને પ્રૌઢ પ્રભાવવાળો છે. (૬) નવકારમંત્ર ચૌદપૂર્વના સાર જેવો છે. આવા મહામંત્રનો મહિમા ત્રણે જગતમાં અનાદિકાળથી અદ્ભુત વર્તે છે.
વૃત્તિકારે અહીં ‘જ્ઞાન' શબ્દ પ્રયોજ્યો છે. આકાલ એટલે જ્યારે કાળ શરૂ થયો ત્યારથી. પરંતુ કાળ તો અનાદિ છે. માટે આકાલનો અર્થ અહીં અનાદિ એવો થાય છે.
કોઈકને કદાચ એમ પ્રશ્ન થાય કે નવકારમંત્ર અનાદિ છે તે તો સમજાય છે, પરંતુ તે નિત્ય છે, અનંત છે, શાશ્વત કાળ માટે રહેશે એમ કહેવાય ? કારણ કે આ અવસર્પિણીનો પાંચમો આરો પૂરો થયા પછી છઠ્ઠા આરામાં જો ધર્મ જ નહિ રહે, તો નવકારમંત્ર ક્યાં કહેશે ? છઠ્ઠો આરો પૂરો થયા પછી ફરી ઉત્સર્પિણી કાળ આવે ત્યારે માનો કે નવકારમંત્ર ફરીથી ચાલુ થાય તોપણ એટલો કાળ તો એનો વિચ્છેદ થયો એટલે કે એનું સાતત્ય તૂટ્યું એમ ન કહી શકાય ? તો પછી એની નિત્યતા, શાશ્વતતા ક્યાં રહી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે નવકારમંત્રની નિત્યતા કે શાશ્વતતા જે કહેવામાં આવી છે તે ચૌદ રાજલોકની દૃષ્ટિએ કહેવામાં આવી છે. છઠ્ઠા આરામાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાંથી એટલો કાળ નવકારમંત્રનો વિચ્છેદ થશે, પરંતુ મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદાય ચોથા આરા જેવી સ્થતિ પ્રવર્તે છે, જ્યાં કાયમ તીર્થંકર પરમાત્માઓ વિચરે છે અને જ્યાં મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, નિર્વાણ માટેનાં દ્વાર નિરંતર ખુલ્લાં જ છે ત્યાં નવકારમંત્રનો ક્યારેય વિચ્છેદ થતો નથી. ત્યાં શાશ્વતકાળને માટે નવનકા૨મંત્ર વિધમાન જ છે. માટે જ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે :
जदा हि भरहेखएहिं वुच्छिजंजति । तथा वि महाविदेहे अवुच्छिन्नो ।
જ્યારે ભરત અને ઐરાવતક્ષેત્રોમાંથી તે વિચ્છેદ પામે છે, ત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તે અવિચ્છિન્ન રહે છે.]
નવકારમંત્રની શાશ્વતતા ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org