________________
ઉપર થયેલા ઉપકારના સ્વીકારનો ભાવ વ્યક્ત કરવા માટે કોઈક શારીરિક કે વાચિક ક્રિયા કરાય છે. મનુષ્યનું ઉત્તમાંગ તે એનું મસ્તક છે. પોતાના ભાવોને દર્શાવવા માટે, જેમ કે હા-ના, સ્વીકાર-અસ્વીકાર, સંતોષ-અસંતોષ ઇત્યાદિ ભાવો દર્શાવવા માટે મસ્તકના હલનચલનની ક્રિયા કુદરતી રીતે થઈ જાય છે. સ્વીકાર માટે, વડીલો કે ગુરુજનો પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા માટે, પોતે ઉપકૃત થયા છે એવો ભાવ બતાવવા માટે મસ્તક નમાવવાની ક્રિયા આદિ કાળથી કે અનાદિ કાળથી ચાલી આવી છે. એવી ક્રિયા અમુક કાળ પછી બંધ થઈ જશે એમ કહી શકાય નહિ. આમ વિશ્વમાં નમન કરવાથી ક્રિયાનું નિત્યત્વ, સાતત્ય જોવા મળે છે. એટલા માટે નમસ્કારની સ્થૂલ ક્રિયા વિશ્વમાં શાશ્વત છે એમ કહી શકાય. ક્યારેક મનમાં નમવાનો ભાવ ન હોય પણ ઔપચારિકતા ખાતર, વિવેક ખાતર, દેખાદેખીથી, સ્વાર્થના પ્રયોજનથી નમવું પડે છે. એવો સ્કૂલ નમસ્કાર તે માત્ર દ્રવ્ય નમસ્કાર છે. ક્યારેક મનમાં નમવાનો ભાવ સહજ સાચો હોય પણ શારીરિક કે સંજોગોની પ્રતિકૂળતાને કારણે અથવા સહજ તેવી સ્થિતિને કા૨ણે તેમ થઈ શકતું નથી. એવો નમસ્કાર તે દ્રવ્યનમસ્કાર નહિ પણ માત્ર ભાવ-નમસ્કાર છે.
નમસ્કાર આ રીતે ત્રણે પ્રકા૨ જોવા મળે છે : (૧) માત્ર દ્રવ્યનમસ્કાર, (૨) ભાવસહિત દ્રવ્ય-નમસ્કાર અને (૩) માત્ર ભાવ-નમસ્કાર. એ ત્રણે પ્રકા૨ના નમસ્કાર સંસારમાં સતત જોવા મળતા રહે છે. આમ નમન કરવાની ક્રિયા વિશ્વમાં અનાદિ કાળથી છે, તે નિત્ય છે અને શાશ્વત છે.
નવકારમંત્રમાં અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે કોઈ કદાચ પ્રશ્ન કરે કે નમવાની ક્રિયા આ વિશ્વમાં અનાદિ કાળથી ચાલી આવે છે એ સાચું, પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે પંચપરમેષ્ઠિ અનાદિ કાળથી ન હોય તો પછી નમવાની ક્રિયાનું કે નવકારમંત્રનું કોઈ પ્રયોજન રહેતું નથી. એના ઉત્તરમાં શાસ્ત્રકારો પંચપરમેષ્ઠિની શાશ્વતતા તો સમજાવે છે, પરંતુ તે પહેલાં જે વડે આ વિશ્વ બનેલું છે એ મૂળભૂત દ્રવ્યોની નિત્યતા પમ સમજાવે છે.
આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે, ‘ના વંત્ત ત્યિાયા નિઘ્યા વં નમુવારો વિ ।' અર્થાત્ જેમ પાંચ અસ્તિકાય નિત્ય છે તેમ નમસ્કારમંત્ર પણ નિત્ય છે. જૈન ધર્મ પ્રમાણે આ વિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યો છે. તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચે દ્રવ્યો ગુણથી નિત્ય છે, અનાદિ અને અનંત છે. તેનો ક્યારેય નાશ થયો નથી, થતો નથી અને થવાનો નથી. આમ ચૂર્ણિકારે
૬૦
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org