________________
તથા અનન્તરપણે જો મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામી શકે,
નિગોદના જીવોને અગ્રભવમાં–પછીના તરતના ભવમાં માંડલિક, ચક્રવર્તિના ચૌદ રત્નોની પદવી, તથા સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ કોઈ પણ પદવી મળી શકે, પણ તેઓને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ અને બલદેવ આ ચાર પદવી ન મળી શકે. વળી, તેઓ અનન્તર ભવે યુગલિકમાં, દેવમાં અનેક નારકમાં ઉત્પન્ન થતા નથી, તેવી જ રીતે યુગલિક, દેવ અને નારકના જીવો અનત્તર ભવે નિગોદમાં આવતા નથી.
કોઈ પણ એક જીવના આત્મપ્રદેશોની અવગાહના ચૌદ રાજલોક પ્રમાણ છે. કેવળી ભગવંતો જ્યારે સમુદ્દઘાત કરે છે ત્યારે ચોથે સમયે તેમનો એક એક આત દેશ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર આવી જાય છે. એટલે કે એમના આત્મ પ્રદેશે ચૌદ રાજલોકમાં વ્યાપ્ત બને છે. આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના છે.
હવે જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાત ભાગપ્રમાણ હોય છે. જીવ જ્યારે સંકુચિત થાય છે, નાનામાં નાનો દેહ ધારણ કરે છે ત્યારે તે અંગુલના અસંખ્યાત ભાગપ્રમાણ અવગાહનાવાળો થાય છે. આવી સંકુચિત જઘન્ય અવગાહના ફક્ત નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના અંગુલની અસંખ્યાત ભાગ પ્રમાણ છે.
એક નિગોદમાં અનંતા જીવો હોવાથી, એટલે કે તેઓનું એક સાધારણ શરીર હોવાથી નિગોદના બધા જ જીવોની અવગાહના સરખી હોય છે.
કોઈ પણ વનસ્પતિ સાધારણ છે કે પ્રત્યેક છે તે કેવી રીતે જાણવું? તે માટે કહ્યું છે કે જે વનસ્પતિની સિરા (નસો), સંધિ (સાંધા) અને પર્વ (ગાંઠા) ગુપ્ત હોય, જે વનસ્પતિને ભાંગવાથી સરખા ભાગ થાય, જેમાં તંતુ ન હોય અને છેદવા છતાં જે ફરીથી ઊગી શકે તે સાધારણ વનસ્પતિ કહેવાય. આ ઉપરાંત બીજાં પણ કારણો છે જેને લીધે અમુક પ્રકારની વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. અમુક વનસ્પતિ કે તેનો અમુક ભાગ અમુક કાળ સુધી સાધારણ વનસ્પતિ ગણાય છે. અને પછી તે પ્રત્યેક વનસ્પતિ થાય છે. સાધારણમાંથી પ્રત્યેક અને પ્રત્યેકમાંથી સાધારણ વનસ્પતિ ક્યારે ક્યારે કઈ વનસ્પતિમાં થાય છે તેની વિગતે છણાવટ શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે.
કન્દ, અંકુર, કિસલય, પનક (ફૂગ, સેવાળ, લીલાં આદુ-હળદર, ગાજર, થુવર, કુંવારપાટો, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિમાં ગણાય છે. આવા કુલ બત્રીસ પ્રકારના અનંતકાય બતાવવામાં આવ્યાં છે. એને અભક્ષ્ય ગણવામાં આવ્યાં છે. એના ભક્ષણથી બહુ દોષ લાગે છે કારણ કે એના ભક્ષણથી સૂક્ષ્મ જીવોની પાર
નિગોદ ક. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org