________________
નિગોદના જીવોને ઔદારિક, તેજસ્ અને કામણ એ ત્રણ પ્રકારનાં શરીર હોય છે. ઔદ્યારિક શરીર અનંત જીવોનું એક હોય છે. તેજસુ અને કાશ્મણ શરીર પ્રત્યેક જીવનું જુદું જુદું હોય છે. વળી પ્રત્યેક જીવના આત્મપ્રદેશ અસંખ્યાત હોય છે.
નિગોદનું સંસ્થાન હુંડક, અનિયત આકારવાળું કે પરપોઢ તિબક) જેવું ગોળ છે. નિગોદના જીવોને હાડ ન હોવાથી સંઘયણ નથી હોતું, પરંતુ બળની અપેક્ષાએ તેઓને સેવાર્ય સંઘયણ હોવાનો મત છે.
નિગોદનું જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા પ્રમાણ ક્ષુલ્લક ભવ (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ) જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત જેટલું હોય છે. નિગોદના જીવોને આહારસંશા, ભયસંજ્ઞા, વિષયમૈથુન) સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે.
પુરુષ વેદ, સ્ત્રી વેદ, અને નપુંસક વેદ એ ત્રણ વેદમાંથી નિગોદના જીવોને ફક્ત નપુંસક વેદ જ હોય છે અને તે પણ અવ્યક્તપણે જ હોય છે.
નિગોદના જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેયામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યા હોય છે.
નિગોદના જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. નિગોદના જીવોને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય છે. વળી તેઓને માત્ર એક જ ઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય હોવાથી તેઓ અચક્ષુ દર્શનવાળા હોય છે. આમ તેઓને બે અજ્ઞાન અને એક દર્શન એમ મળીને ત્રણ ઉપયોગ હોય છે.
નિગોદમાં એક શરીરમાં રહેલા અનંત જીવો અવ્યક્ત અર્થાત્ અસ્પષ્ટ અશાતા વેદનાનો અનુભવ કરે છે. એ વેદના સાતમી નરકના જીવોની વેદનાથી અનંતગુણી વધારે હોય છે. તેઓને સ્પષ્ટ ચૈતન્ય નથી, તોપણ ભલે અવ્યક્ત પ્રકારની પણ વેદના તો તેઓ અવશય અનુભવે છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું :
जं नरए नेरइया दुखं पावंति गोयमा तिखं ।
तं पुण निगोअजीवा अनन्तगुणियं वियाणाहि ॥ હેિ ગૌતમ ! નારકીમાં નારકીના જીવો જે દુઃખ પામે છે, તેથી અનંતગુણ દુઃખ નિગોદના જીવો પામે છે એમ જાણવું
આમ સંસારમાં સૌથી વધુ દુઃખ નિગોદના જીવોને હોય છે.
નિગોદમાંથી નીકળેલો કોઈ ભાગ્યશાળી જીવ અનન્તરપણે એટલે કે તરતના બીજા ભવે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યક્ત્વ અને દેશવિરતિ પણ પામી શકે
૧૯૮ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org