________________
છે. પરંતુ આ જીવોનું જન્મમરણનું ચક્ર બહુ ત્વરિત ગતિએ ચાલતું હોય છે. એટલે એક નિગોદમાં જે અનંત જીવો કોઈ એક સમયે હોય છે તે જ જીવો સતત તેમાં જ રહ્યા કરે એવું નથી. એ અનંતમાંના કેટલાક (એટલે કે અનંત) જીવો અમુક એક સમયે ઉત્પન્ન થયેલા હોય છે. બીજા કેટલાક અનંત જીવો બીજા કોઈ સમયે ઉત્પન્ન થયેલા હોય છે. વળી પછીના સમયે બીજા કોઈ અનંત જીવો ઉત્પન્ન થયેલા હોય છે. એટલે કોઈ પણ એક નિગોદમાં જુદા જુદ્ધ સમયે ઉત્પન્ન થયેલા અનંત અનંત જીવોનો સમૂહ હોય છે.
જે જીવો નિગોદમાંથી નીકળ્યા નથી પણ નીકળશે તેમની કાયસ્થિતિ અનાદિસાત્ત છે. જેઓ ક્યારેય નીકળવાના નથી તેમની કાયસ્થિતિ અનાદિ-અનંત છે. જેઓ નિગોદમાંથી નીકળી ફરી પાછા નિગોદમાં આવે છે અને પાછા નીકળશે એમની કાયસ્થિતિ સાદિ-સાત્ત છે.
- સાધારણ જીવોમાં સાધારણપણું એટલે સરખાપણું અથવા સામાન્યપણું હોય છે. નિગોદમાં સર્વ જીવો માટે એક જ સામાન્ય શરીર Common body હોવાથી તે સાધારણ શરીર ગણાય છે. વળી તે જીવો સાધારણ નામકર્મના ઉદયવાળા હોવાથી સાધારણ કહેવાય છે. આમ નિશ્ચયથી સાધારણપણું જીવોને માટે હોય છે અને વ્યવહારથી સાધારણપણું શરીર માટે કહેવાય છે. એટલે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે :
समयं वक्कंताणं समयं तेसिं शरीर निव्वत्ती।
समयं आणुग्गहणं समयं उसासनीसासो ॥ 'સિમયકાળ ઉત્પન્ન થયેલા તે (સાધારણ વનસ્પતિકાય) અનંત જીવોની શરીરરચના પણ સમકાળે થાય છે, ઉચ્છવાસ-નિઃશ્વાસને યોગ્ય પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ પણ એક સાથે-સમકાળે થાય છે અને ઉચ્છવાસ-નિ:શ્વાસનો વ્યાપાર પણ સમકાળે થાય છે.]
एक्कस्य उ जं गहणं, बहूण साहारणाण तं चेव । जं बहुयाण गहणं, समासओ तं पि एगस्स ॥ साहाणसाहारो साहाणमाणुपाण गहणं च ।
साहारणजीयणं साहारण लक्खणं एयं ॥ એક જીવ જે ગ્રહણ કરે છે તે બહુ જીવોથી ગ્રહણ કરાય છે અને જે બહુ જીવોથી ગ્રહણ થાય છે તે એક જીવથી થાય છે.
સાધારણ જીવોનો આહાર સાધારણ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. સાધારણ જીવોનું આ સાધારણ લક્ષણ છે.]
એકનિગોદમાં રહેલા અનંત જીવોનાં વદન પ્રાયઃ એક સરખાં હોય છે.નિગોદના એક જીવને ઉપઘાત લાગે તો તે નિગોદના સર્વ જીવોને ઉપઘાત લાગે છે.
નિગોદ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org