________________
અને પોતાની જાતને અધર્મથી રક્ષવા માટે મૃત્યુ ઈષ્ટ ગણાતું હોય ત્યારે એવા કોઈ વિરલ સંજોગોમાં પણ ગુરુમહારાજ સંલેખનાદ્રત સ્વીકારવા માટે શિષ્ય સાધુને કે ગૃહસ્થ ભક્તને અનુજ્ઞા આપે છે.
આ પ્રકારે સ્વેચ્છાએ સ્વીકારેલું મૃત્યુ તે આત્મઘાત કે આપઘાત નથી, કારણ કે આપઘાત અને સંલેખના વચ્ચે તાત્ત્વિક દષ્ટિએ ઘણો મોટો તફાવત છે.
જન્મ અને મૃત્યુ એ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જે જાયું તે જાય' એમ કહેવાય છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. જન્મજન્માંતરની દૃષ્ટિએ જોઈએ તો જીવન પછી મૃત્યુ છે અને મૃત્યુ પછી મુક્તિ છે અથવા જીવન છે. પરંતુ મુક્ત દશાને પામવી એ સહેલી વાત નથી. એટલે સામાન્ય જીવો માટે તો જન્મજન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે.
જન્મ અને મૃત્યુમાં ઘણોબધો ફરક છે. જીવનના બે અંતિમ છેડાનાં આ તત્ત્વો છે. સંસારમાં જન્મને લોકો આનંદમય, મંગળ માને છે અને મૃત્યુને અશુભ, અમંગળ માને છે. જન્મ સાથે આશા છે, મૃત્યુ સાથે નિરાશા છે. પરંતુ જ્ઞાનીઓ મૃત્યુને મંગળ માને છે અને જન્મને અમંગળ માને છે. જે મૃત્યુ નવા જન્મને સ્થાન ન આપે એ મૃત્યુ મુક્તિ, મોક્ષ, નિર્વાણ અપાવે છે.
જન્મ પછી અપવાદરૂપ પ્રસંગો સિવાય મૃત્યુ તરત જ હોતું નથી. જન્મ પછી જીવન છે – અને જીવનને અંતે મૃત્યુ છે. પરંતુ મૃત્યુ પછી કોઈક ગતિમાં ગર્ભ કે અન્ય રૂપે નવો જન્મ તરત જ હોય છે. જન્મમાં બહુ વૈવિધ્ય નથી હોતું. કોઈનો જન્મ થયો હોય ત્યારે કેવી રીતે જન્મ થયો એવો પ્રશ્ન સહેજે આપણને થતો નથી. પરંતુ કોઈકનું મૃત્યુ થાય છે ત્યારે કેવી રીતે મૃત્યુ થયું એવો પ્રશ્ન આપણને સહેજે થાય છે, કારણ કે મૃત્યુમાં અપાર વૈવિધ્ય છે. વૃદ્ધાવસ્થાથી, જીવલેણ રોગથી, ઝેરી કે હિંસક પ્રાણીઓના ભોગ બનવાથી, કઈક અકસ્માતથી, ખૂનથી, આત્મહત્યા કે સ્વાર્પણથી, ઘરમાં કે ઘરની બહાર એમ વિવિધ રીતે મૃત્યુ માટે અવકાશ હોય છે.
જે વિવિધ રીતે મૃત્યુ થાય છે, તેના સત્તર જુદા જુદા પ્રકાર જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે : (૧) આવી ચીમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ,
) બલાયમરણ, (૫) શાર્તામરણ, (૬) અંતઃશલ્યમરણ, (૭) તભવમરણ, (૮) બાલમરણ, (૯) પંડિતમરણ, (૧૦) બાલપંડિતમરણ, (૧૧) છદ્મસ્થામરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) વેહાયસમરણ, (૧૪) ગૂધપૃષ્ઠમરણ, (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઈંગિનીમરણ, (૧૭) પાદપોપગમનમરણ. આ બધા પ્રકારોની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે.
જે માણસોનાં જીવનમાં કોઈ પણ પ્રકારના સંયમને કે વિરતિને સ્થાન હોતું
સલેખના ક ૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org