SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. એક પદાર્થ પદાર્થસંગ) ૯. એક પુનર્જન્મ (ફરીથી જન્મ લેવો તે) આમ કુલ એકત્રીસ વસ્તુથી રહિત હોવાથી પ્રગટતા તે એકત્રીસ ગુણ આ રીતે પણ ગણાવવામાં આવે છે. આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાત કર્યો છે અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતિ કર્મો છે. ચાર ઘાતિ કર્મો આત્માનો ઘાત કરનારાં છે. ઘાતિ કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અરિહંત પરમાત્મા ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટ થતાં તીર્થ પ્રવર્તાવે છે. એમને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મોનો ક્ષય કરવાનો બાકી હોય છે. સિદ્ધ પરમાત્માએ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠે કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દષ્ટિએ, મોક્ષગતિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અકર્મા અને અવિનાશી છે. અરિહંત પરમાત્મા દેહધારી હોય છે. અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતિ કર્મ ઉદયમાં વર્તતાં હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્યા છે. અરિહંત પરમાત્માને હજુ નિર્વાણપદ પામવાનું, સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળશરીર ભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી. પરંતુ અશરીરી સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે અર્થાત્ અવિનાશી છે. આમ સિદ્ધ પરમાત્મા ચડિયાતા હોવા છતાં નવકારમંત્રમાં આપણે સર્વપ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને જ કરીએ છીએ કારણ કે સિદ્ધ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા જ છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવતવે છે અને જીવોને મોક્ષમાર્ગ બતાવે છે અને એ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા ન હોય તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાતો હોય. સિદ્ધગતિ એટલે શું એની પણ એને ખબર ન હોય. આમ, સિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અરિહંત પરમાત્મા હોવાથી અરિહંત પરમાત્માને આપણે પહેલો નમસ્કાર કરીએ છીએ. વળી, અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને દેશના આપી, ધર્મબોધ પમાડી મોક્ષમાર્ગ તરફ લઈ જાય છે તેની સાથે તેમનું પોતાનું લક્ષ્ય પણ નિર્વાણપદ, સિદ્ધગતિ પ્રાપ્ત કરવાનું હોય છે. વળી તેઓ પોતે જ્યારે સ્વયંદીક્ષિત થાય છે ત્યારે સિદ્ધ ભગવંતોની સાક્ષીએ થાય છે અને “નમો સિદ્ધાણં' બોલીને સામાયિક વ્રત સિદ્ધ પરમાત્મા જ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy