________________
હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે પ્રકારના પુગલ પરાવર્તન વિશે વિગતે જોઈએ.
સ્કૂલ અને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવ' નામની કૃતિમાં કહ્યું છે:
औदारिकवैक्रिय तेजसभाषाप्राणचित्त कर्मतया ।
सर्वाणुपरिणतेर्भे स्थूलोऽ भूतपुद्गलावतः ॥ [ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, પ્રાણ (શ્વાસોચ્છવાસ), મન અને કર્મ – એ સાતે વર્ગણાના સર્વ અણુઓને પરિણમાવવાથી (ગ્રહણ કરીને મૂકવાથી) સ્કૂલ દ્રવ્ય પુગલ પરાવર્ત થાય છે.]
પુદ્ગલ પરમાણુઓના વર્ગણાની દૃષ્ટિએ સાત પુગલ પરાવર્ત ગણાવવામાં આવે છે. જેમ કે (૧) ઔદારિક પુગલ પરાવર્ત (૨) વૈક્રિય પુદ્ગલ પરાવર્ત (૩) તેજસ પુદ્ગલ પરાવર્ત (૪) કાર્મણ પુદ્ગલ પરાવર્ત (૫) મન પુદ્ગલ પરાવર્ત (6) વચન પુદ્ગલ પરાવર્ત અને (૭) શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત.
જીવે જ્યારે જ્યારે ઔદારિક શરીર ધારણ કર્યું હોય ત્યારે ઔદારિક વર્ગણાના લોકવર્તી સમસ્ત પુદ્ગલોને ક્રમશઃ ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરે અને પરિણમાવે. એમાં જેટલો કાળ પસાર થાય તેને ઔદારિક પરાવર્ત કહે છે. એ રીતે સંસારચક્રમાં પરિભ્રમણ કરતો જીવ, ક્રમશ: ઔદારિક વગેરે સાતે પ્રકારની વર્ગણાના સમસ્ત પુદ્ગલ પરમાણુઓને પરિણમવે ત્યારે સાત વર્ગણાનો એક પરાવર્ત પૂરો થાય.
જીવે જે ગતિ જે પ્રકારનો દેહ ધારણ કર્યો હોય તેને અનુરૂપ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને તે પરિણમાવે છે. ઉદાહરણ તરીકે જીવ મનુષ્ય હોય તો વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. જો તે દેવગતિમાં કે નગરગતિમાં હોય ત્યારે તે તેટલો વખત ઔદારિક પુદ્ગલોને ન પરિણાવી શકે. એ પ્રમાણે જીવ જો અસંશી હોય તો તે વખતે તે મન વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. એકેન્દ્રિય જીવો વચન વર્ગણાના પુગલોને ન પરિણમાવી શકે. નરક ગતિના જીવે પૂર્વના જન્મોમાં ઔદારિક પુદ્ગલ પરાવર્ત અનંત વાર કર્યો હોય. આ પ્રમાણે જુદી જુદી ગતિના જીવો વિશે તે ગતિ અનુસાર પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશે કથન કરવામાં આવે છે. પૂર્વજન્મોમાં સર્વ જીવોએ અનાદિ કાળથી સંસાર પરિભ્રમણ કરવામાં સાતે વર્ગણાના પ્રકારના અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા છે. અનાગત એટલે કે ભવિષ્ય કાળની દૃષ્ટિએ વિચારીએ તો અભવ્ય જીવો સાતે પ્રકારનાં પુદ્ગલ પરાવર્ત કરશે, કારણ કે તેમનો મોક્ષ નથી. બીજા બધા જીવો માટે અનાગત કાળ વિશે જુદી જુદી સ્થિતિ હોઈ શકે.
પુદ્ગલ-પરાવર્ત જ ૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org