________________
ચાર બાજુવાળી ચોરસ સોગઠીમાં પ્રત્યેક બાજુ અનુક્રમે લાલ, વાદળી, લીલો અને કેસરી રંગ રાખવો. દરેક રંગ ઉપર ૧થી ૧૦૦માંથી કોઈ એક આંકડો લખેલો હોવો જોઈએ. જરૂરી નથી કે એક જ આંકડો ચારે રંગમાં એક સરખો લખેલો હોય. એ લખેલો હોઈ પણ શકે છે અને ન પણ હોય, પણ દરેક રંગમાં ૧થી ૧૦૦ સુધી આંકડા હોવા જોઈએ.
હવે કોથળીમાંથી એક સોગઠી કાઢવામાં આવે. એના ઉપર લાલ રંગમાં જે આંકડો હોય તે પ્રમાણે લાલ રંગના કાગળ પરના આંકડા પર ચોકડી કરવી. એ જ વખતે એ જ સોગઠીમાં વાદળી, લીલા અને કેસરી રંગમાં જે જે આંકડા લખ્યા હોય તે પ્રમાણે તે તે રંગના કાગળના આંકડામાં ચોકડી કરવી. આમ ૧થી ૧00 સુધીની બધી સોગઠી બહાર નીકળશે ત્યારે ચારે રંગના કાગળ પર ચોકડીઓ પૂરી થશે. આ બધી ચોકડી ક્રમથી નહિ પણ અક્રમથી કે યુટ્યમથી થઈ. આ અક્રમ પરાવર્તન એક સાથે ચાર રંગનું થયું. એ ચાર રંગ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવએ ચારનાં છે. એટલે એક સાથે ચાર અક્રમ અથવા સ્થૂલ પરાવર્તન થયાં. રમત નં. ૪
આગળ પ્રમાણે ચાર રંગના કાગળ અને ચાર રંગવાળી સોગઠી રાખવાની. પણ હવે દરેક રંગના કાગળમાં આંકડાઓ ઉપર ૧થી ૧૦૦ સુધી અનુક્રમે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડા નીકળે તે છોડી દેવાના. એટલે આગળ પ્રમાણે ચાર પરાવર્તન અનુક્રમે જ થશે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પ્રત્યેકનું અનુક્રમે પરાવર્તન થયું કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય.
અહીં તો સમજવા માટે સમતમાં આપણે ૧થી ૧૦૦ સુધીના આંકડા ઉદાહરણ સ્વરૂપે રાખ્યા. જોકે આ રમતો સંપૂર્ણ નથી, પણ બાળજીવોને સમજવા માટે છે. પણ એ આંકડા નથી લાખ, કરોડ કે અબજ સુધીના નહિ, પણ અસંખ્યાતા કે અનંતા હોય તો આ રમત રમતાં કેટલો બધો સમય લાગે ? આપણી કલ્પનામાં પણ ન આવે એટલો સમય લાગે.
અલબત્ત, આ પુદ્ગલ પરાવર્તનમાં એક સેકન્ડનો, એક “સમય” માત્રનો બગાડ થતો નથી. રમત સતત ચાલુ જ રહે છે–એક ભવથી બીજા ભવ સુધી અને ભવોભવ સુધી એ પ્રમાણે ચાલ્યા જ કરે છે.
વળી આવી રીતે એક પરાવર્તન થયું એટલે રમત પૂરી થઈ ગઈ એવું નથી. એક પ્રકારના પરાવર્તન પછી તરત જ–તત્ક્ષણ તે પ્રકારનું બીજું પરાવર્તન ચાલુ થઈ જાય છે. એમ અનંત પરાવર્તનો કરતો જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
૨૧૦
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org