________________
એ જીવનું પ્રથમ લક્ષ્ય છે અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ, શુદ્ધ સ્વરૂપમાં અવ્યાબાધ સુખ અનુભવવું એ જીવનું અંતિમ લક્ષ્ય છે. એટલા માટે “નમો મુત્તા',ને બદલે “નમો સિદ્ધાણં' જ યોગ્ય પાઠ છે.
- નવકારમંત્રમાં આપણે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીએ છીએ. એમાં સિદ્ધ ભગવંતને કરેલો નમસ્કાર આવી જાય છે. દરેક પદની જેમ જુદી જુદી આરાધના કરવામાં આવે છે તેમાં પણ સિદ્ધ પદની જુદી જુદી આરાધના થાય છે. નવપદની આરાધનામાં અને વીસ સ્થાનકની આરાધનામાં પણ સિદ્ધ પદની આરાધના આવી જાય છે.
આત્મરક્ષા મંત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતો મુખ ઉપર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલા છે. (કુવે મુવ૮ વર) જિનપંજર સ્તોત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતોની આરાધના ચક્ષુરિન્દ્રિય અને લલાટના રક્ષણ માટે કરાય છે. શરીરમાં રહેલા મૂલાધાર વગેરે સાત સૂક્ષ્મ ચક્રોમાં નવકાર મંત્રનાં પદોનું ધ્યાન ધરાય છે, તેમાં “નમો સિદ્ધાણં પદનું ધ્યાન મસ્તકમાં રહેલા સહસ્ત્રાર ચક્રમાં અથવા લલાટમાં આજ્ઞાચક્રમાં ધરવામાં આવે છે. હૃદયના સ્થાને અષ્ટદલ કમળમાં નવકારમંત્રનું ધ્યાન ધરાય છે, તેમાં મધ્યમાં કણિકામાં અરિહંત પરમાત્માના ધ્યાન પછી ઉપરની પાંદડીમાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ગે ધ્યાન ધરવામાં આવે છે. આમ, ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે.
તદુપરાંદ “નમો સિદ્ધાણં'ના જાપ અને ધ્યાનથી ગરિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કારણ કે સિદ્ધાણં' પદમાં ત્રણે ગુરુ માત્રાઓ રહેલી છે, સિદ્ધ પદ પાંચે પદમાં મોટું છે–ગુરુ છે અને તેમાં સિદ્ધાપદ સિદ્ધેશ્વરી યોગિની માટે વપરાય છે અને તે ગરિમા સિદ્ધિ આપનાર છે. આમ “નમો સિદ્ધાણં'ના જાપ તથા ધ્યાનથી આવા લૌકિક લાભો થાય છે. અલબત્ત સાધકનું લક્ષ્ય તો સિદ્ધપદ પામવાનું જ હોવું જોઈએ.
નવપદજીમાં, સિદ્ધચક્રમાં સિદ્ધ પરમાત્માનો રંગ બાલ સૂર્ય જેવો લાલ બતાવવામાં આવ્યો છે અને તે રંગની એમની આકૃતિનું ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંતનો શ્વેત, સિદ્ધનો લાલ, આચાર્યનો પીળો, ઉપાધ્યાયનો લીલો અને સાધુનો કાળો એમ રંગો બતાવવામાં આવ્યા છે. વસ્તુતઃ પંચપરમેષ્ઠિઓનો પોતાનો આવો કોઈ રંગ હોતો નથી, પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓએ પંચપરમેષ્ઠિના ધ્યાન અને આરાધના માટે આ પ્રતીક રૂપ રંગોની સહેતુક સંકલના કરી છે અને તે યથાર્થ તથા રહસ્યપૂર્ણ છે. સિદ્ધ પરમાત્માએ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે એટલે કર્મરૂપી ઈંધનને બાળનાર અગ્નિના પ્રતીક રૂપે તેમનો રંગ લાલ રાખવામાં આવ્યો છે. સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માને તપાવીને, સર્વ
૧૩ર - જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org