________________
નિગોદો સમાવગાહી હોય છે. પરંતુ તદુપરાંત કેટલીક નિગોદ સમાવગાહમાં એક પ્રદેશ ન્યૂન હોય છે, કેટલીક બે પ્રદેશ ન્યૂન હોય છે, એમ કરતાં કરતાં કેટલીક અસંખ્યાત પ્રદેશ ન્યૂન હોય છે અને છએ દિશામાં અવગાહેલી હોય અથવા વિપરીત ક્રમે જોઈએ તો કેટલીક નિગોદો અમુક નિગોદના અવગાહક્ષેત્રના એક પ્રદેશ ઉપર વ્યાખ થઈ હોય, કેટલીક બે પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, એમ એ અસંખ્યાત પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય. આવી એક એક પ્રદેશ હાનિવાળી અથવા એક એક પ્રદેશની વૃદ્ધિવાળી નિગોદો “વિષમાવગાહી' નિગોદ કહેવાય છે.
જે ગોળામાં વિષમાવગાહી નિગોદોનો સ્પર્શના છ એ દિશામાં હોય તે અખંડગોળો અથવા સંપૂર્ણ ગોળો કહેવાય છે.
જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના માત્ર ત્રણ દિશામાં જ હોય તો તે ખંડગોળો કહેવાય. આવા ખંડગોળા ફક્ત લોકના અંતે નિકૂટ સ્થાનોમાં હોય છે. નિકૂટ એટલે સર્વ બાજુએ અલોકની અંદર ચાલ્યો ગયેલો લોકના અંતે રહેલો લોકનો અત્યંત અલ્પ ભાગ. લોકને છેડે આવેલા નિગોદના ગોળાઓની, અલોકમાં ત્રણ દિશામાં સ્પર્શના થતી નથી. એટલે તે ખંડગોળો કહે છે.
નિગોદના ગોળાના ખંડગોળો અને અખંડગોળો એવા પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે, પરંતુ અવગાહનાની દૃષ્ટિએ બંને ગોળ સરખા જ છે. માત્ર દિશાઓની સ્પર્શનાની ન્યૂનાધિકતા બતાવવા જ ખંડગોળો અને અખંડ અથવા પૂર્ણગોળો એવા શબ્દો પ્રયોજાયા છે.
સમાવગાહી નિગોદોનો દરેકનો સંપૂર્ણ ભાગ અને વિષમાવગાહી નિગોદોનો દરેકનો દેશ ભાગ જે અમુક નિગોદાવગાહ ક્ષેત્રમાં અવગાહ્યો છે એવા નિગોદગોળાને સર્વગોળા કહેવામાં આવે છે.
આ રીતે ચૌદ રાજલોકમાં નિગોદના ગોળ અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદો છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો છે. એટલા માટે નિગોદછત્રીશી'માં કહ્યું છે :
गोला य असंखिज्जा, हुति निगोया असंखया गोले ।
इक्किक्को य निहोओ, अणंत जीवो मुणेयव्वो ॥ १२ ॥ ગોળા અસંખ્ય છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે તથા એક એક નિગોદમાં અનંતા જીવો છે એમ જાણવું.
નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર. અગાઉ બતાવ્યું તેમ સાધારણ વનસ્પતિના બે પ્રકાર છે:
(૧) સૂર્ણ સાધારણ વનસ્પતિકાય અને (૨) બાદર સાધારણ વનસ્પતિકાય.
૧૪ - જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org