________________
છે અને કેટલાક અર્થ માટે બીજા શબ્દ પ્રચલિત બની જાય છે. એટલે સમગ્ર દ્વાદશાંગીના શબ્દોમાં અને શબ્દાનુપૂર્વીમાં ફરક પડવાનો સંભવ રહે છે. દ્વાદશાંગીના વિષયો, પદાર્થો અને રહસ્યબોધ તો સર્વ તીર્થકરોના સમયમાં એ જ પ્રમાણે રહે છે, પરંતુ તેની ભાષામાં ફરક પડી શકે છે. પરંતુ નવકારમંત્રની બાબતમાં તો અક્ષરો, અક્ષરાનુપૂર્વી કે શબ્દાપૂર્વમાં પણ ફરક પડતો નથી, કારણ કે તે મંત્રસ્વરૂપ છે એમ શાસ્ત્રકારો કહે છે. માટે જ મહાવીરસ્વામીના સમયની પૂર્વે પણ નવકારમંત્ર એ જ સ્વરૂપે હતો. એટલે જ પાર્શ્વનાથ ભગવાને બળતા નાગને નવકારમંત્ર સંભળાવ્યો હતો. તેવી જ રીતે મુનિ સુવ્રતસ્વામીના સમયમાં સિંહલદ્વીપના રાજદરબારમાં આવેલો કોઈ શ્રાવક વેપારી છીંક આવતાં “નમો અરિહંતાણં' શબ્દો બોલ્યો ત્યારે એ સાંભળીને રાજકન્યા સુદર્શનાને જાતિસ્મરણજ્ઞાન થયું હતું અને પૂર્વના પોતાની સમડીના ભાવમાં કોઈ મુનિ મહારાજે સંભળાવેલા નવરકારમંત્રનું સ્મરણ થયું હતું.
સૈકાઓ પૂર્વે જ્યારે મુદ્રિત ગ્રંથો નહોતા અને અભ્યાસ અને સંશોધનની સર્વ સામગ્રી સુલભ નહોતી, ત્યારે એક સંપ્રદાયમાં એક મત એવો પ્રવર્યો હતો કે નવકારમંત્ર સૌ પ્રથમ “ષટ્રખંડાગમ' ગ્રંથમાં જોવા મળે છે, માટે એ ગ્રંથના રચયિતા પુષ્પદન્તાચાર્યે નવકારમંત્રની રચના કરી છે પરંતુ પૌરય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ ગઈ સદીમાં હસ્તપ્રતો, શિલાલેખો ઇત્યાદિ આધારે જે અધિકૃત સંશોધન કર્યા છે તે દર્શાવે છે કે નવકારમંત્રના ઉલ્લેખો એથી પણ પ્રાચીનકાળના મળે છે. એટલે પુષ્પદન્તાચાર્યે નવકારમંત્રની રચના કરી છે એવો મત હવે સ્વીકાર્ય રહ્યો નથી.
એ તો ઉપલબ્ધ સામગ્રીની વાત થઈ, પરંતુ કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગયેલી સામગ્રીનું પ્રમાણ અનેકગણું છે. માટે જ કવિ કુશળલાભ વાચકે કહ્યું છે તેમ નવકારતણી આદિ કોઈ ન જાણે.”
આમ, જિનશાસનના અને ચૌદ પૂર્વના સારરૂપ પંચમંગલ-મહાશ્રુતસ્કંધ, મંત્રશિરોમણિ નવકારમંત્ર અનાદિસંસિદ્ધ, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે.
નવકારમંત્રની શાશ્વતતા - ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org