________________
વધુ પદની સંખ્યા જેટલી હોઈ શકે છે. પદ કરતાં સંપદા વધુ હોય એવું બની શકે નહિ.
સંપદાની ગણતરીમાં આમ ફરક શા માટે હશે તેની કોઈ વિશેષ સ્પષ્ટતા ‘ચૈત્યવંદન ભાષ્ય’, ‘પ્રવચન સારોદ્વાર’ વગેરે ગ્રંથોમાં ક૨વામાં આવી નથી, પરંતુ જે રીતે એની સંપદાઓ બતાવવામાં આવી છે તે રીતે તેની પાછળ કોઈ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારોએ સંપદાને અર્થના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઈ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઈએ એવો આદેશ કરેલો છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સંપદાઓની ગણતરી પાછળ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ રહેલો હોવો જોઈએ. મંત્રો કે સૂત્રોનો ઉચ્ચાર વિશુદ્ધ અને ગૌરવવાળો હોવો જોઈએ. બોલનાર અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહનો ભાવ જન્માવે એવું વ્યવહારુ પ્રયોજન તો તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કોઈ વિશિષ્ટ પ્રયોજન પણ રહેલું હશે એવું આ બધા તફાવત ઉ૫૨થી લાગે છે. સંપદામાં અક્ષર ક૨તાં અર્થનું મહત્ત્વ વધારે છે. મંત્રમાં ‘નમો સિદ્ધાળ’ એ પદમાં પાંચ અક્ષર છે. અને તેની એક સંપદા ગણવામાં આવી છે. બીજી બાજુ ‘તસ્સ ઉત્તરા’ સૂત્રમાં ‘તસ્સ ઉત્તરાથી મ ાહસમાં’ સુધીનાં છ પદ અને ૪૯ અક્ષરની માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. તેવી જ રીતે ઈરિયાવહી સૂત્ર’માં ‘અભિહયા’ થી ‘તસ્સમિચ્છામિ દુક્કડં' સુધીનાં અગિયાર પદના ૫૧ અક્ષરની પણ માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે.
•
પૂર્વાચાર્યોએ સંપદાની આ રીતે જે ગણતરી કરી છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય કે માત્ર અર્થની પૂર્ણતા અનુસાર સંપદા ગણવામાં આવે છે એટલું જ નહીં, પરિપૂર્ણ અર્થના ગૌરવ અનુસાર પણ સંપદાનો વિચાર કરવામાં આવે છે.
સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન એમ નહિ, પણ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો તર્ક કરીને નવ પદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન આવે છે માટે આઠ સંપદા હશે એમ કદાચ કોઈક બતાવે. પઢમમ્ હવઈ મંગલમ્’ એ છેલ્લું પદ ઉચ્ચારતાં મંત્ર પૂરો થાય છે, એટલે ત્યાં વિશ્રામસ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આ તર્ક સ્વીકાર્ય નથી, કારણ કે ઈરિયાવહી, શક્રસ્તવ, સિદ્ધસ્તવ, ચૈત્યસ્તવ વગેરે સૂત્રોમાં બે પદ વચ્ચેનાં જેટલાં વિરામસ્થાનો છે એટલી સંપદા ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ તો લોગસ્સ સૂત્ર'નાં ૨૮ પદ વચ્ચે ૨૭ વિશ્રામસ્થાન ગણવાં પડશે, પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ અનુસાર ૨૮ સંપદા છે. તેવી જ રીતે પુખ્ખરવરદી' તથા ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં પણ પદ
૪૪ * જૈન ધર્મ દર્શન
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org