________________
જૈન ધર્મ
જગતના વિવિધ ધર્મોમાં જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. એના કેટલાક સિદ્ધાંતોનું સામ્ય જગતના બીજા કેટલાક ધર્મોના સિદ્ધાંતો સાથે જોવા મળશે. પરંતુ જૈન ધર્મ સ્વતંત્ર ધર્મ છે અને બીજા ધર્મો કરતાં એની પોતાની કેટલીક વિશિષ્ટતાઓ
છે.
જૈન ધર્મ માને છે કે જીવ અને અજીવ એ બે દ્રવ્યોનો બનેલો સંસાર અનાદિ છે અને અનંત છે. વો અર્થાત્ આત્માઓ અનંતાનંત છે. આત્મા અનાદિ અને અવિનાશી છે. આત્મા સંસારનાં બંધનોમાંથી સર્વથા મુક્ત થઈ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. મુક્તિ પામ્યા પછી આત્માને ફરી સંસારના પરિભ્રમણમાં પાછા આવવાનું રહેતું નથી. જ્યાં સુધી આત્મા મુક્તિ પામતો નથી ત્યાં સુધી એ ચોર્યાશી લાખ પ્રકારની જીવયોનિમાં પોતાનાં કર્મ અનુસાર દેહ ધારણ કર્યા કરે છે અને પરિભ્રમણ કર્યાં કરે છે. જૈન ધર્મ પૂર્વજન્મ અને પુનર્જન્મમાં માને છે. જન્મજન્માંતરની ગતિ આત્માને પોતાનાં કર્મનાં ફળ અનુસાર પ્રાપ્ત થાય છે. આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને આત્મા રાગદ્વેષને જીવી મુક્તિનો અધિકાર બની શકે છે. જૈન શબ્દ ‘જિન' શબ્દ ઉપરથી આવેલો છે. જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, જેઓ રાગદ્વેષને જીતી મુક્તિ પામ્યા છે તે જિન. જિને અર્થાત્ જિનેશ્વરોએ ઉપદેશેલો ધર્મ તે જિન ધર્મ–જૈન ધર્મ.
ચોવીસ તીર્થંકર
તીર્થંકર' શબ્દ જૈનોનો પારિભાષિક શબ્દ છે. જે તારે તે તીર્થ અને જે ધર્મતીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર. સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઊતરવા જીવાત્માઓ માટે તીર્થ એટલે કે ઘાટની જે રચના કરે તે તીર્થંકર. જે મહાન આત્માઓ ‘જિન’ બનીને આ ભગી૨થ કાર્ય કરે છે તેઓ જિનેશ્વર અથવા તીર્થંકર ભગવંત કહેવાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સમુદાય પણ જંગમ તીર્થ તરીકે ઓળખાય છે. તીર્થંકરો આ જંગમ તીર્થની પણ સ્થાપના કરે છે માટે પણ તેઓ તીર્થંકર કહેવાય
જૈન ધર્મ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org