________________
છે. નિશ્ચિત ક્ષેત્રમાં અને નિશ્ચિત કાળમર્યાદામાં આવા ચોવીસ તીર્થંકર થાય છે. સંસાર અનાદિ અને અનંત છે, એટલે ભૂતકાળમાં એવા ચોવીસ તીર્થંકર અનંત વાર થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ અનંત વાર થશે. છેલ્લા એટલે કે વર્તમાન સમયના ચોવીસ તીર્થકરોમાં પહેલા ત્ર8ષભદેવ (આદિનાથ) અને છેલ્લા મહાવીર સ્વામી છે.
આગમગ્રંથો જૈન ધર્મની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ એમના ગણધરોએ દ્વાદશાંગીમાં એટલે કે બાર અંગમાં ગૂંથી લીધો છે. આ બાર અંગોમાં લોકાલોક, દ્રવ્ય, નવ તત્ત્વ, સાધુસાધ્વીઓના આચાર, ગૃહસ્થોનો ધર્મ, કર્મસિદ્ધાંત, પાપપુણ્યનાં ફળ વગેરેનું તથા તેને અનુરૂપ કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બાર અંગોમાંથી દષ્ટિવાદ નામનું બારમું લુપ્ત થઈ ગયેલું છે. બાકીનાં અગિયાર અંગો ઉપલબ્ધ છે. અને તે આગમગ્રંથ તરીકે ઓળખાય છે. અગિયાર અંગ ઉપરાંત બાર ઉપાંગ, દસ પ્રકીર્ણક, છ છેદસૂત્ર, ચાર મૂલસૂત્ર અને બે ચૂલિકાસૂત્ર એમ મળીને કુલ ૪૫ આગમગ્રંથો ઉપલબ્ધ છે. અને તે બધાની ભાષા અર્ધમાગધી છે. આગમગ્રંથો ઉપર વિવેચન કરતા વિવિધ પ્રકારના ગ્રંથોની રચના પૂર્વાચાર્યોએ કરેલી છે. જૈન શાસ્ત્રોના તમામ ગ્રંથોના ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ એમ મુખ્ય ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.
લોકાલોક અને કાળચક્ર જૈન ધર્મના અમુક ગ્રંથોમાં સમગ્ર સૃષ્ટિનું, લોક-અલોકનું ખૂબ વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યું છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે કેડે હાથ દઈ ઊભેલા પુરુષની આકૃતિ જેવી ચૌદ રાજલોકની આખી સૃષ્ટિ બનેલી છે, જે દશે દિશામાં અબજો માઈલથી પણ વધુ, બલકે અસંખ્યાત યોજનોની બનેલી છે. તેમાં નીચેના ભાગમાં નરક અને ઉપરના ભાગમાં દેવલોક છે તથા નાભિના સ્થાને મનુષ્યક્ષેત્ર છે. આ મનુષ્યક્ષેત્ર અઢી દ્વીપમાં આવેલું છે. એ અઢી દ્વીપમાં એક દ્વીપ તે જંબદ્વીપ જે એક લાખ યોજનાનો છે. એ જંબદ્વીપમાં આપણી પૃથ્વી આવેલી છે. (જૈન ધર્મ માને છે કે આ પૃથ્વીની બહાર પણ માણસો વસે છે.) ચૌદ રાજલોકના સૌથી ઉપરના ભાગમાં આવેલા પ્રદેશને લોકાન્ત અથવા સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે, જ્યાં સિદ્ધાત્માઓ, મુક્તાત્માઓ બિરાજે છે. ચૌદ રાજલોકની બહારનો પ્રદેશ અલોક કહેવાય છે જે અનંત છે અને અવકાશ સિવાય બીજું કશું ત્યાં નથી.
૨
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org