________________
મોક્ષગતિ વખતની તેમની આસનમુદ્રા પણ એકસરખી નથી. એટલે સિદ્ધગતિના જીવોની અવગાહના મસ્તકે ઉપરના ભાગમાં સદેશ છે અને નીચેના ભાગમાં વિસદશ છે.
સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે અને તેની ઉપર સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે. સિદ્ધશિલાની ઉપર પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ રહેલા છે એમ શાસ્ત્રકારો કહે છે. મુક્તિ પામનાર જીવો સમશ્રેણીએ સીધી ગતિએ બીજા સમયે સિદ્ધશિલા ઉપર લોકાગ્રે પહોંચી જાય છે. હવે મનુષ્યલોકમાં અકર્મભૂમિની સીધી દિશાએ ઉપર સિદ્ધશિલાની ઉપર રહેલા પ્રદેશોમાં પણ અનંતા સિદ્ધો રહેલા છે. પરંતુ અકર્મભૂમિમાં કેવળજ્ઞાન નથી. તો સિદ્ધશિલાની ઉપરના એ પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કાળ અનંત છે. એમાં સંહરણ થયેલ કેવળજ્ઞાની અકર્મ ભૂમિમાં મોક્ષે જાય તો તે સિદ્ધશિલાની ઉપર એ પ્રદેશમાં પહોંચીને સ્થિત થાય. આવી રીતે અનંત કાળચક્રમાં અનંત જીવો
ત્યાં પણ સિદ્ધાવસ્થા પામ્યા છે એ રીતે વિચારતાં અકર્મભૂમિ ઉપર આવેલા સિદ્ધશિલાના એ ભાગમાં પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધો રહેલા છે એ સમજાય એવું
જીવો બે પ્રકારના છે: (૧) સિદ્ધ અને (૨) સંસારી. સિદ્ધશિલા ઉપર સિદ્ધ જીવો તો હોય છે. પણ શું સંસારી જીવો પણ ત્યાં હોઈ શકે ? હા, કારણ કે ચૌદ રાજલોક સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. એટલે સૂક્ષ્મ નિગોદના એકેન્દ્રિય જીવો સિદ્ધશિલા ઉપર પણ અનંતા છે. ત્યાં જવાનું તેમનું પ્રયોજન કે કારણ? તેમની તેવી કર્મની ગતિ. સિદ્ધશિલા ઉપર ગયેલા સિદ્ધના પ્રકારના જીવો ત્યાં જ્યોતિરૂપે અનંત કાળ માટે નિષ્કપ, સ્થિર છે. એમને હવે નીચે ઊતરવાપણું. સંસારનું પરિભ્રમણ રહ્યું નથી. પરંતુ સૂક્ષ્મ સ્થાવરકાય એકેન્દ્રિય જીવોનો ત્યાં સ્થિરવાસ નથી. કર્મવશ તેમને પણ નીચે ઉતરવાનું, સંસારમાં પરિભ્રમણ કરવાનું રહે જ છે. આવી રીતે એ પ્રકારના સંસારી જીવો અનંતવાસ સિદ્ધશિલા ઉપર જઈ આવ્યા હોવા છતાં અને સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોની લગોલગ રહેવા છતાં, કર્મની ગતિને કારણે તેમને તેઓનો કશો લાભ મળતો નથી. વળી સિદ્ધશિલા ઉપર કાર્પણ વગણાના પુદ્ગલ પરમાણુઓ પણ હોવા છતાં સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોને તે સ્પર્શી શકતાં નથી.
સિદ્ધાત્માઓ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. સિદ્ધશિલા ભલે પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ હોય, પણ ચૌદ રાજલોકની દષ્ટિએ એ અલ્પ પ્રમાણ ગણાય. એના ઉપર અનંત સિદ્ધાત્માઓ કેવી રીતે બિરાજમાન થઈ શકે ? વળી
સિદ્ધ પરમાત્મા * ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org