SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધગતિ તો નિરંતર ચાલુ છે એટલે કે નવા નવા સિદ્ધાત્માઓ ત્યાં પહોંચે છે. તો પછી એ બધાનો સમાવેશ ત્યાં કેવી રીતે થઈ શકે ? આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. એનો ઉત્તર એ છે કે સિદ્ધાત્માઓની અવગાહના ત્યાં પરસ્પર અવિરોધથી સમાઈ શકે છે. સિદ્ધાત્માઓ નિજ નિજ પ્રમાણ અમૂર્ત અવગાહનારૂપ હોય છે. જેમ કોઈ વિશાળ ખંડમાં હજાર દીવા મૂકવામાં આવ્યા હોય તો તે બધાના પ્રકાશ એકબીજા સાથે ભળીને સમાય છે. તેની વચ્ચે સંઘર્ષ થતો નથી. વળી એ ખંડમાં બીજા હજાર કે વધુ દીવા મૂકવામાં આવે તો તેને પ્રકાશ પણ તેમાં અવિરોધથી સમાઈ જાય છે અને દરેક દીવાનો પોતાનો સ્વતંત્ર પ્રકાશ હોય છે. તેવી રીતે સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્માઓની અશરીરી અમૂર્ત આત્મજ્યોતિ અવગાહના કે છાયારૂપે ત્યાં સમાઈ શકે છે. જો દૃશ્યમાન, મૂર્ત દીપક પ્રકાશ એક સ્થળે સમાઈ શકે તો અમૂર્ત, અદૃશ્યમાન અવગાહનાની તો વાત જ શી ? સિદ્ધ ભગવંત સિદ્ધશિલા ઉપર શાશ્વતકાળને માટે બિરાજમાન થાય છે, તો પછી તેમને ક્યાંય જવા આવવાનું નહિ ? કશું કરવાનું નહિ ? એવી રીતે રહેવામાં કંટાળો ન આવે ? આવા નિષ્ક્રિય જીવનની મજા શી ? આવા એવા પ્રશ્નો થયા એ સામાન્ય જિજ્ઞાસુ માણસોને માટે સ્વાભાવિક છે. આપણે જે સુખ અનુભવીએ છીએ તે ઇન્દ્રિયાધીન છે, ઇન્દ્રિયો દ્વારા તે સુખ ચિત્ત અનુભવે છે. એ સુખ પુદ્ગલ પદાર્થના સંસર્ગનું છે. એટલે ખાવુંપીવું, હરવુંફરવું, ભોગ ભોગવવા વગેરેમાં આપણને સુખ લાગે છે. તેવી જ રીતે તેના અભાવથી આપણને દુઃખનો અનુભવ થાય છે. આ સુખ-દુઃખને મર્યાદા છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની. આ સુખ અનંત કાળ માટે અનુભવી શકાતું નથી. વળી તેનો અતિભોગ પણ થઈ શકતો નથી. એના અનુભવમાં પરાધીનપણું છે. જ્યાં રોગ છે, આસક્તિ છે, તૃષ્ણા છે, અપેક્ષા છે, ઔત્સુક્ય છે ત્યાં તેના સંતોષથી આ સુખ અનુભવાય છે. પરંતુ તે સુખ કર્માધીન છે. ક્યારેક સુખ અનુભવની ઇચ્છા છતાં તે અનુભવવા ન મળે. સુખ ક્યારેક અનુભવવા જતાં, મધવાળી તલવાર ચાટવા જવાની જેમ, અતિશય દુ:ખ સહન કરવાનો વખત પણ આવે. સિદ્ધગતિનું સુખ અક્ષય, આવ્યાબાધ, શાશ્વત છે. તે પુદ્ગલ પદાર્થ ૫૨ અવલંબતું નથી. તે સ્વ-સ્વભાવમાં રમણતારૂપ છે. શ૨ી૨૨હિત અવસ્થાનું એ સુખ કેવું છે તે સમજાવવા માટે કે સરખામણી કરવા માટે જગતમાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિ નથી. ખુદ સર્વજ્ઞ ભગવંતો, એ સુખ કેવું છે તે જાણવા છતાં વર્ણવી શકતા નથી. ભાષાનું માધ્યમ ત્યાં અપૂર્ણ છે. એ વર્ણવવા માટે ભાષાની શક્તિ િિમત છે. એ સુખ માત્ર અનુભવગમ્ય છે. ‘અપૂર્વ અવસ૨’માં શ્રીમદ્ રાજચંદ્રે ૧૨૨ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy