________________
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી
જૈનોમાં નવકારમંત્રની અનાનુપૂર્વી ગણવાની પ્રણાલિકા બહુ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કરવા માટેની આ એક ઉત્તમ પ્રક્રિયા છે. નવકારમંત્રના પદસ્થ ધ્યાનની શરૂઆત કરવા માટે આ ઉપાય બહુ સહાયક નીવડે છે. ચંચળ વૃત્તિના બાળ જીવોને માટે તો ચિત્તને સ્થિર કરવાના અભ્યાસની. દૃષ્ટિએ તે એક અસરકારક સાધન છે.
આનુપૂર્વી અને અનાનુપૂર્વી એ બે શબ્દો મૂળ સંસ્કૃત શબ્દ અનુપૂર્વ ઉપરથી આવ્યા છે. “અનુ' એટલે પાસે, પાછળ, બાજુમાં, નીચે, નિયમિત. ‘પૂર્વ' એટલે આગળનું અથવા પહેલાંનું. અનુ + પૂર્વ એટલે આગળપાછળનો નિયમિત વ્યવસ્થિત ક્રમ. આનુપૂર્વી–આનુપૂર્વે પ્રાકૃતઃ “આણુપુત્રી') એટલે અનુક્રમ, પરિપાટી, પૌવપર્ય ભાવ અથવા વિશિષ્ટ રચના. શબ્દકોશમાં એના પર્યાયો આપતાં કહેવાયું છેઃ आनुपूर्वी अनुक्रमोऽनुपरिपाटीति पर्याया।
- આનુપૂર્વી એ કર્મસિદ્ધાન્તની પરિભાષાનો એક શબ્દ પણ છે. નામકર્મની એક પ્રકૃતિ માટે તે વપરાય છે. જીવને જે ગતિનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય તે જ ગતિમાં લઈ જાય અને બીજી ગતિમાં જવા ન દે તેવા પ્રકારનું નામકર્મ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય છે.
આનુપૂર્વી શબ્દ જૈન શાસ્ત્રોમાં વિવિધ સંદર્ભમાં વપરાયો છે. દસ પ્રકારની આનુપૂર્વી બતાવવામાં આવે છે, જેમાં નામ-આનુપૂર્વી, સ્થાપના-આનુપૂર્વી, દ્રવ્યઆનુપૂર્વી, ક્ષેત્ર-આનુપૂર્વી, કાળ-આનુપૂર્વી, ભાવ-આનુપૂર્વી વગેરે આનુપૂર્વીનો સમાવેશ થાય છે.
આનુપૂર્વી એટલે જેમાં નિયમિત અનુક્રમ સચવાયેલો રહેલો હોય તે. એકથી દસની સંખ્યા લઈએ તો ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦માં સળંગ નિયમિત ક્રમ રહેલો છે. એવી જ રીતે વિપરીત રીતે, છેલ્લેથી કે ઊંધથી લઈએ તો ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧માં પણ સળંગ નિયમિત ક્રમ રહેલો છે. એટલે એ બંનેને આનુપૂર્વી કહી શકાય.
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org