________________
સંપાદકીય
આઠેક માસ પહેલાં, વહેલી સવારે વડીલ સન્મિત્ર પ્રો. જશવંત શેખડીવાલાનો ફોન આવ્યો ઃ મારા ખાસ મિત્ર ડૉ. ૨. ચી. શાહના સમગ્ર સાહિત્યમાંથી ચયન કરીને સંપાદન કરવાનું છે. મેં પ્રવાસ વિશેનું સંપાદન કરવાનું સ્વીકાર્યું છે. ડૉ. પ્રવીણ દરજી ચરિત્ર વિષયક લેખોનું સંપાદન કરશે. તમે ધર્મવિષયક સાહિત્યનું સંપાદન કરી આપો. તાજેતરમાં જ તમે તિબેટની તંત્રસાધના’, વિશ્વના પ્રાચીન ધર્મપંથો', હિંદુ ધર્મના આધાર સ્તંભો' વગેરે પુસ્તકો લખ્યાં છે, તેથી આ કામ તમારા રસઅભ્યાસનું છે.’ મેં તરત કહ્યું; જૈન કથાસાહિત્ય મારા રસઅભ્યાસનો વિષય છે, ‘ઉપદેશપદ’ અને અન્ય સંસ્કૃત-પ્રાકૃત-જૂની ગુજરાતીના મોટા ભાગના ગ્રંથો વાંચ્યા છે અને છેક ઈ. ૧૯૮૨થી રમણભાઈ શાહ મને ‘પ્રબુદ્ધજીવન’ અને એમનાં પુસ્તકો નિયમિત મોકલે છે તે રસપૂર્વક વાંચું છું આથી આ કામ હું સહર્ષ કરી આપીશ.' આ પછી ત્રણેક વાર ફોન અને પત્રના માધ્યમે વાતચીત થઈ. ડૉ. રમણલાલ શાહનું આકસ્મિક નિધન થયું તે પછી ડૉ. ધનવંત શાહનો પત્ર આવ્યો : ડૉ. રમણલાલ શાહ સાહિત્ય-સૌરભના સંપાદનનું કાર્ય અવિલંબે હાથ ધરીએ અને પ્રો. જશવંત શેખડીવાલા સાહેબના નિવાસે શેખડી મુકામે બેઠક યોજીએ.’ અને પ્રો. જશવંત શેખડીવાલાના નિવાસે ડૉ. ધનવંત શાહ, પ્રો. ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રો. ડૉ. પ્રવીણ દરજી અને આ લખનાર મળ્યા અને ગ્રંથશ્રેણીનું પરિરૂપ નિશ્ચિત કર્યું. મારા ભાગે ડૉ. રમણલાલ ચી. શાહનાં લખેલાં અઢારેક પુસ્તકો વાંચવાનાં ને એમાંથી સંપાદન કરવાનું આવ્યું.
પુસ્તકો મળતાં જ બધાં વાંચી ગયો. અઢારેક પુસ્તકો અને એનાં કુલ ૨,૮૮૪ પૃષ્ઠો. આમાંથી ૩૫૦થી ૫૦૦ પૃષ્ઠની મર્યાદામાં મારે સંપાદન કરવાનું હતું. પહેલો જ પ્રશ્ન શું છોડવું ને શું રાખવું, એ થયો. વિચાર કરતાં લાગ્યું કે હાલ તો જૈનધર્મ વિશેનાં પુસ્તકોમાંથી જ સંપાદન કરવું અને કન્ફ્યુસિયસ, તાઓ વગેરે ધર્મ વિશેનાં પુસ્તકો છે તેનું પછી વિચારવું. આ પછી પણ અઢી હજારથી વિશેષ પૃષ્ઠની સામગ્રીમાંથી સંપાદન કરવાનું થતું હતું. એમાંથી શું ન લેવું, એના ૫૨ વિચાર કરતાં લાગ્યું કે મહાવીરસ્વામીનાં વચનો વિશેનું પુસ્તક ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ત્રણે
Jain Education International
२०
For Private & Personal Use Only
www.jainelibrary.org